• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કાઢવા 2,120ની લાંચ લેતા બે ઝડપાયા

ખંભાળિયામાં અઈઇની સફળ ટ્રેપ : સરકારી ફી સાથે કુલ રૂ.3,500 સ્વીકાર્યા

ખંભાળિયા, તા.30 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ખંભાળિયા સ્થિત એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા બદલ લાંચની માગણી કરનાર બે શખસને એસીબી ટીમે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીના ટ્રકનું ફિટનેસ પાસિંગ કરાવવા માટે આરોપી ખીમાભાઇ રાયસુરભાઇ ધારાણી (રહે. સંજયનગર, ખંભાળિયા)એ સરકારી ફી ઉપરાંત લાંચ પેટે રૂ.2,120ની માગ કરી હતી. લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે તા.30 સપ્ટેમ્બરના રોજ એસીબીની ટીમે ખંભાળિયા ખાતે આવેલા એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર ખાતે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન ખીમાભાઇએ સરકારી ફીના રૂ.1,380 તથા લાંચના રૂ.2,120 મળી કુલ રૂ.3,500 સ્વીકાર્યા હતા. દરમિયાન સમગ્ર મામલામાં કુલદિપાસિંહ મહિપતાસિંહ વાઢેર (રહે. સોડસલા ગામ, ખંભાળિયા)ની પણ સંડોવણી જણાતાં એસીબીની ટીમે બંનેને ઝડપી લીધા હતા. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક