• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

શાપરમાં નજીવી બોલાચાલીમાં બિહારી શ્રમિકની હત્યા, સહકર્મીએ છત પર લઈ જઈ પતાવી દીધો

લાકડાના બટકા, લોખંડના બકળિયા અને ચુલ્લાથી હુમલો કરી હત્યા; ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ, તા.19ઃ શાપર-વેરાવળમાં નજીવી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો છે. સુહાની એન્જિનિયારિંગ કારખાનામાં સાથે કામ કરતા બે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામાં 35 વર્ષીય બિહારી શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપીએ સહકર્મીને કારખાનાની રૂમની છત પર લઈ જઈ લાકડાના બટકા સહિતની વસ્તુઓથી હ્નમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે શ્રમિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવમાં મૃતક ગુડ્ડ્ન બાલક મહતોના કૌટુંબિક ભાઈ બહાદુર સુભાષ મહતોએ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગુડ્ડ્ન અને તેની સાથે કામ કરતા ધીરજકુમાર ભલન તાંતી વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ધીરજકુમાર તેને છત પર લઈ ગયો હતો અને ત્યાં લાકડાના બટકા, લોખંડનું બકળિયું તથા લોખંડના ચુલ્લાથી હ્નમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

ગઈ તા.18ના સાંજના સમયે ગુડ્ડ્નના મૃત્યુની જાણ તેના કૌટુંબિક ભાઈ બહાદુરને કરવામાં આવી હતી. તેઓ કારખાનાની છત પર પહોંચ્યા ત્યારે ગુડ્ડ્ન લોહીલુહાણ હાલતમાં પડÎો હતો. બનાવને પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં ગુડ્ડ્નને સારવાર માટે શાપર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપી ધીરજકુમારની અટકાયત કરી હત્યા પાછળના કારણો સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક