• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

પીએફમાંથી 90 ટકા રકમની ઉપાડને મંજૂરી

ઇપીએફ બેઠકમાં લેવાયા મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઃ લઘુતમ બેલેન્સની મર્યાદા 10 ટકા કરાઇ; નિવૃત્તો માટે ઉપાડની એસડબલ્યુપી અમલી થશે

 

નવી દિલ્હી, તા. 19 ઃ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઇપીએફઓ)એ પોતાના સભ્યો માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે, નવા નિર્ણય અનુસાર પીએફ ખાતામાં ઓછામાં ઓછી પચ્ચીસ ટકા રકમ રાખવી જરૂરી રહેશે નહીં. તેના સ્થાને માત્ર 10 ટકા રકમ રાખવી જરૂરી બનશે. તેનો અર્થ એ થયો કે પીએફમાંથી 90 ટકા રકમનો ઉપાડ થઇ શકશે. એ જ રીતે સેવાનિવૃત્ત થતા ઇપીએફ સભ્ય પોતાની પીએફની રકમ એકસાથે ઉપાડી શકશે નહીં પરંતુ તેમને આ રકમ વ્યવસ્થિત ઉપાડ યોજના (એસડબલ્યુપી) હેઠળ

હપ્તામાં મળશે.

અત્યાર સુધીના નિયમ મુજબ જો સભ્યના ખાતાંમાં દસ લાખની રકમ હોય તો અઢી લાખ રૂપિયા ખાતામાં રાખવા અનિવાર્ય હતા. હવે નવા નિયમ બાદ પીએફ ખાતાધારક માત્ર એક લાખ રૂપિયા ખાતામાં રાખી બાકીના રૂપિયા જરૂરત અનુસાર ઉપાડી શકશે.

ઇપીએફઓની બેઠકમાં નિવૃત્તિ બાદ એકત્ર રકમને એકસાથે ઉપાડવાની જગ્યાએ હપ્તામાં ઉપાડ માટેનો સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન (એસડબલ્યુપી)ને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ નિયમના અમલીકરણ બાદ નિવૃત્ત સભ્યના હાથમાં જરૂરતના સમયે વધુ રકમ આવશે અને બાકી જમા રકમ પર વ્યાજ મળતું રહેશે.

પીએફ સભ્ય પોતાની બચતના 90 ટકા રકમ ઉપાડી શકશે, માત્ર 10 ટકા રકમ જ ખાતામાં રાખવી પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં પેન્શન અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક સંગઠનો લઘુતમ પેન્શન 7500 રૂા. કરવાની માંગ કરી રહ્યા હતા. હાલમાં ઇપીએસ હેઠળ લઘુતમ માસિક પેન્શન 1000 રૂા. મળી રહ્યું છે. તેને વધારીને રૂા. 3000 કરવાની સંભાવના હતી.

 

નોકરી છૂટÎાના બે મહિનામાં ઉપાડી શકાશે ઙના પૈસા

નવી દિલ્હી, તા. 19 ઃ ઇપીએફઓએ નોકરી છૂટÎા બાદ પીએફ ઉપાડવાના નિયમોમાં મોટી રાહત આપી છે. હવે નોકરી ગુમાવ્યા બાદ કર્મચારી પીએફના પૂરા પૈસા ઉપાડવા માટે 12 મહિનાને બદલે માત્ર બે મહિનાની રાહ જોયા બાદ ક્લેમ કરી શકશે.

ઇપીએફઓના બોર્ડે ગુરુવારે થયેલી બેઠકમાં જૂના નિયમને બહાલ કરવાનો ફેંસલો કર્યો હતો. હકીકતમાં ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિયમોમાં બદલાવ કરતા ફાઇનલ પીએફ સેટલમેન્ટ માટે બેરોજગારીની અવધિ બે મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી હતી. હવે આ નિર્ણયને પલટવામાં આવ્યો છે. જો કે પેન્શનની પૂરી રકમ ઉપાડવા માટે ઓછામાં ઓછા 36 મહિનાની રાહ જોવી પડશે. આ ઉપરાંત ઇપીએફઓ એક એવી યોજના ઉપર કામ કરી રહ્યું છે જેનાથી 6.32 લાખ કર્મચારીને ફાયદો થશે. આ એવા કર્મચારી હશે જેઓની ઉંમર 55 વર્ષથી વધારે છે અને પીએફનાં ખાતામાં પાંચ લાખથી વધારે રકમ જમા છે. નવી યોજના હેઠળ કર્મચારી નિવૃત્તિ બાદ પૂરું પીએફ એકસાથે ઉપાડવાને બદલે દર મહિને અથવા નક્કી સમયગાળામાં જરૂરિયાતના હિસાબે રૂપિયા ઉપાડી શકશે. આ દરમિયાન ખાતામાં જે રકમ હશે તેના ઉપર સરકાર વ્યાજ આપશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક