• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

બાંગલાદેશમાં ફરી હિંસાનું તાંડવ

ઢાકામાં ઠેર ઠેર બોમ્બ ધડાકા ઃ યુનુસ મોહમ્મદનાં ઘરને આગ ચંપાઇ ઃ 565 લોકોની ધરપકડ

ઢાકા, તા. 19 ઃ બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીથી પહેલાં દેશની રાજધાની ઢાકા ફરી સળગી ઊઠÎું છે. આવામી લીગના બંધના એલાન વચ્ચે અનેક જગ્યાએ બોમ્બ ધડાકા, આગચંપીથી સ્થિતિ સંવેદનશીલ બની છે. હેવાલો મુજબ દેશભરમાં આગજની, તોડફોડ અને હુમલાની ઘટનાઓ બની હતી. પ્રદર્શનકર્તાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવમાં આવેલાં ઘરને આગ લગાવી દીધી હતી. દેશની ગ્રામીણ બેંક શાખાઓને પણ આગ ચાંપવામાં આવી હતી. સુરક્ષાને મજબૂત બનાવવા વચ્ચે 565 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બીજીતરફ આવામી લીગે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં ઢાકામાંથી પોલીસે 565 લોકોની ધરપકડ કરી છે, તેમાં હસીના સરકારમાં શિક્ષણમંત્રી રહેલા નરુલ ઇસ્લામ નાહિદ પણ સામેલ છે. તેમને બુધવારે રાત્રે તેમના ઘરેથી પકડી લેવાયા હતા.

ગત વર્ષે શેખ હસીનાની ગેરહાજરીમાં વિશેષ ટ્રિબ્યૂનલે તેમને મોતની સજા સંભળાવ્યાની વરસીએ આવામી લીગે આ લોકડાઉન કે બંધની જાહેરાત કરી છે. જો કે, યુનુસના વારસાગત ઘરને કોણે આગ લગાડી અને તેની પાછળનું કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી. આ હુમલાને આવામી લીગ અને યુનુસ વચ્ચે લાંબા સમયથી ચાલતા રાજકીય ઘર્ષણની નજરે જોવાઇ રહ્યો છે.

ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકાર પડÎા બાદ યુનુસે વચગાળાની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળમાં આવામી લીગ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. એટલું જ નહીં પક્ષના હજારો નેતાઓ અને કાર્યકરોની ધરપકડ પણ કરાઇ હતી.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક