• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

દાઉદ ઇબ્રાહિમનાં ઘર ઉપર ફર્યું બુલડોઝર

બીએમસીની કાર્યવાહી ઃ મુસાફિરખાના ઈમારતમાં દાઉદે ઘડી હતી બોમ્બ વિસ્ફોટની સાજિશ

નવી દિલ્હી, તા. 19 ઃ બીએમસીએ ગુરુવારે મુંબઈના ભીંડી બજાર સ્થિત મુસાફિરખાના ઈમારતને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઈમારતમાં એક સમયે દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ ઘરે જ દાઉદે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની સાજિશ રચી હતી. હવે આ ઘરને તોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સ્થળ ઉપર મોટાપાયે પોલીસ તૈનાત રાખવામાં આવી હતી.

મુંબઈના ડીસીપી મનિષ કલવાનિયાએ કહ્યું હતું કે, બીએમસી દ્વારા સવારથી જ કામગીરી કરવામાં આવી રહી છે અને સુરક્ષાની તમામ જરૂરી સાવધાની રાખવામાં આવી છે. બીએમસીની પૂરી ટીમ સ્થળ ઉપર હાજર હતી. આસપાસના વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પર્યાપ્ત પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક મસ્જિદને પણ બીએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જેને તોડવાનું કામ પણ શરૂ કરવામાં આવવાનું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક