• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં બે ફાયર અધિકારી સહિત ત્રણની ધરપકડ ગોઝારા બનાવમાં ધરપકડનો આંક 15 ઉપર પહેંચ્યો

ગત તા.4/9ના ગેમ ઝોનમાં આગ લાગતા બંને અધિકારીઓએ આંખ આડા કાન કર્યા’તા

રાજકોટ, તા.રર : ગુજરાતભરમાં ગોઝારા બનેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અંગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસર અને ફ્રેબીકેશનનું કામ રાખનાર સુપરવાઈઝરની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી. આ  ગોઝારા બનાવમાં ધરપકડનો આંક 1પ ઉપર પહોંચ્યો છે. આગામી દિવસોમાં આ ધરપકડનો આંક વધે તેવા નિર્દેશો સાંપડી રહ્યાનું સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યંy છે.

આ અંગેની વિગત એવી છે કે, નાનામવા રોડ  વિસ્તારમા આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા.રપ/પ/ર0ર4ના ગોઝારો અગ્નિકાંડ સર્જાતા ર8 વ્યકિતઓના મૃત્યુ નિપજયા હતા અને તાલુકા પોલીસે ગેમ ઝોનના ભાગીદારો યુવરાજસિંહ સોલંકી, ધવલ ભરત ઠકકર, ગોંડલના રાહુલ રાઠોડ, નીતીન જૈન, અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર પ્રકાશ હીરન,જમીન માલીકો કીરીટસિહ જગદીશસિહ જાડેજા,અશોકસિહ જગદીશસિહ જાડેજા સહીતના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે  ગેમ ઝોનના યુવરાજસિહ, ધવલ ઠકકર, નીતીન જૈન, રાહુલ રાઠોડ, કિરીટસિહ અને અશોકસિહની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

દરમિયાન આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે હાથ ધરેલી તપાસમાં મનપાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર અધિકારી રોહીત વિંગોરાની પણ સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુધ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસીબીના સ્ટાફે ફાયર અધિકારી ભીખા ઠેબા વિરુધ્ધ રૂ.79 લાખની અપ્રમાણસરની મિલકત સબબનો ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

ક્રાઈમ બ્રાંચની વધુ તપાસમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર સહિતની પણ સંડોવણી ખુલતા પુછપરછ કરી નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગેમઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબાનો જેલમાંથી કબજો સભાળી ધરપકડ કરી હતી તેમજ ડે.ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર અને વેલ્ડીગ અને ફેબીકેશનનું કામ રાખનાર સુપરવાઈઝર મહેશ અમૃતભાઈ  રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવાની  તજવીજ હાથ ધરવામા આવી હતી.

પોલીસની વધુ તપાસમાં ઈલેશ ખેર અને ભીખા ઠેબા ફાયર સર્વિસ વિભાગના અધિકારીઓ હોવા છતાં ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડીગ દરમિયાન તીખારા ખરતા આગ લાગી હોવાનું જાણતા હતા અને ગત તા.4/9/ર0ર4 ના ગેમ ઝોનમાં આગ લાગી હતી અને આ ગેમઝોન ચાલુ હોવાની માહિતીથી વાકેફ હોવા છતા આ ગેમઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ અને અગ્નિશામક સાધન સામગ્રીઓ છે કે નહી અને આગની ઘટના સંદર્ભે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નહી આવતા અને બેદરકારી દાખવવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને ગેમઝોનમાં સ્નોપાર્કમાં  ફેબીકેશનનું કામ ગેમ ઝોનના ભાગીદાર રાહુલના કાકા મહેશ રાઠોડ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક