• શનિવાર, 13 જુલાઈ, 2024

ચીનની કરજ જાળમાંથી પાક. હવે નીકળી નહીં શકે !

પાકિસ્તાનનાં નિષ્ણાતોએ વ્યક્ત કરેલી ચિંતા : ચીન સાથે ઘરોબો રાખતા દેશો માટે લાલબત્તી

ઈસ્લામાબાદ, તા.10: ચીને વણેલી કરજની જાળમાં પાકિસ્તાન હવે એટલી ખરાબ રીતે જકડાઈ ગયું છે કે, તે ધારે તો પણ આમાંથી છૂટી શકે તેમ નથી. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર(સીપીઈસી) થકી ચીન હવે પાકિસ્તાન ઉપર પૂરી રીતે નિયંત્રણમાં આવી ગયું છે અને ચીન સાથે નજદીકી વધારનારા દુનિયાનાં તમામ દેશો માટે આ એક સબક સમાન છે.

પાકિસ્તાનનાં વિદેશનીતિનાં તજજ્ઞોનું માનવું છે કે, પાકિસ્તાનની હાલત એવી છે કે તેણે સીપીઈસી હેઠળ જે દેવું કર્યુ છે તેને ચૂકવવા માટે તે હવે સક્ષમ નથી. બેહદ ચાલાકીથી પાથરવામાં આવેલી જાળમાં પાકિસ્તાન ફસાઈ ચૂક્યું છે અને હવે તેનું ભવિષ્ય ચીનનાં હાથમાં આવી ગયું છે.  પાકિસ્તાનનાં નિષ્ણાતોનાં કહેવા અનુસાર ચીન પાકિસ્તાન પાસેથી કરજ ઉપર 17 ટકા વ્યાજ લગાવે છે. આ વ્યાજ ડોલરનાં આધારે નક્કી કરવામાં આવ્યું હતું અને તેનો અર્થ એ થાય કે જો ડોલર મજબૂત થાય તો પાકિસ્તાન ઉપર વ્યાજનો બોજ પણ વધી જશે. આ પહેલા નેપાળ સાથે પણ ચીન આવું કરી ચૂક્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક