• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

હવે મંડીમાં મસ્જિદનાં અવૈધ નિર્માણનો પ્રચંડ વિરોધ

પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે પાણીનો મારો ચલાવવો પડયો : તનાવને પગલે ચાંપતો બંદોબસ્ત : શિમલામાં તોફાની વિરોધ મામલે એફઆઈઆર

નવી દિલ્હી, તા.13: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સંજોલી મસ્જિદનાં વિવાદમાં કલમ 163 લાગુ હોવા છતાં હજારો લોકોએ એકઠા થઈને કરેલા પ્રદર્શનમાં પોલીસે હવે ચાર એફઆઈઆર દાખલ કરી છે અને શિમલાનાં પૂર્વ મેયર સહિત 43ને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. તો બીજીબાજુ મંડી જિલ્લાનાં જેલ રોડ ઉપર નક્શો મંજૂર કરાવ્યા વિના થયેલા એક મસ્જિદનાં બાંધકામનાં વિરોધમાં આજે મંડી શેહરમાં હિન્દુ સંગઠનો દ્વારા ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યા હતાં અને આમાં જોરદાર નારાબાજી કરાઈ હતી. શાંતિપૂર્ણ શરૂ થયેલું પ્રદર્શન ધીરેધીરે ઉગ્ર બની ગયું હતું અને બેફામ બનેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે પાણીનો મારો પણ ચાલવવો પડયો હતો.

આ પ્રદર્શનને પગલે મંડીમાં માહોલ તનાવપૂર્ણ બની ગયો હતો. દેખાવકારોને નેતાઓ તરફથી સતત શાંતિપૂર્વક પ્રદર્શનની અપીલો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દેખાવકારોને અવૈધ નિમાર્ણવાળી મસ્જિદને સીલ કરવા સહિતનાં આશ્વાસનો આપવામાં આવ્યા પછી તે ધીમેધીમે વિખેરાવા લાગ્યા હતાં. જો કે પોલીસ હજી પણ પ્રદર્શનનાં સ્થળે ચાંપતો બંદોબસ્ત લગાવીને બેઠી છે. મંડી શહેરનાં સાત વોર્ડમાં ધારા 163 લગાડી દેવામાં આવી છે. શહેરનાં પ્રમુખ માર્ગો ઉપર નાકાબંધી કરી નાખવામાં આવી હતી અને મસ્જિદની આસપાસ બેરીકેડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું. જેથી પ્રદર્શનકારીઓ બેકાબૂ બનીને કાયદો-વ્યવસ્થાનાં કોઈ ઉલ્લંઘન ન કરી શકે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024