નવી
દિલ્હી, તા. 29 : ભારત ઉપગ્રહોને આકાશમાં જ જોડવા અને અલગ કરવાની જરૂરી ટેક્નોલોજીના
વિકાસને પ્રદર્શિત કરવા માટે 30 ડિસેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી
પીએસએલવી-સી60 મારફતે સ્પેડેક્સ મિશનને અંજામ આપશે. ઈસરોએ કહ્યું છે કે 21 ડિસેમ્બરના
પ્રક્ષેપણ યાનને એકકૃત કરી દેવામાં આવ્યું છે અને આગળ એકીકરણ અને પ્રક્ષેપણની તૈયારી
માટે ઉપગ્રહોને લોન્ચ પેડ ઉપર લઈ જવામાં આવ્યા છે. સ્પેડેક્સ મિશન પૂરી રીતે સ્વદેશી
ટેક્નોલોજી ઉપર નિર્ભર છે.
મિશનનને
લઈને ઈસરો અધ્યક્ષ ડો. એસ સોમનાથે કહ્યું હતું કે જ્યારે અંતરીક્ષમાં ઘણા ઓબ્જેક્ટ
હોય છે. જેને ખાસ હેતુ માટે એકબીજા સાથે જોડવાની જરૂર હોય છે. આવા સમયે ડોકિંગ કરવું
પડે છે. ડોકિંગ એવી પ્રક્રિયા છે જેની મદદથી બે અંતરીક્ષ ઓબ્જેક્ટને એકસાથે જોડવામાં
આવે છે. ડોકિંગ દરમિયાન એક ટાર્ગેટ, ઓબ્જેક્ટ અને ચેસર હોય છે. ચેસરનું કામ પીછો કરવાનું
હોય છે. તેમણે આગળ કહ્યું હતું કે આ ક્ષમતા ભવિષ્યની મહત્ત્વાકાંક્ષા માટે કેન્દ્રીય
છે. જેમાં ભારતનું અંતરીક્ષ સ્ટેશન, માનવ અંતરિક્ષ ઉડાન વગેરે સામેલ છે.