દિલ્હીમાં તાલિમ કાર્યક્રમનું ઉદ્ઘાટન
કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર
નવી
દિલ્હી, તા.ર6 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બુધવારે દિલ્હીમાં બૂથ સ્તરના અધિકારીઓ
(બીએલઓ) ના પહેલા તાલિમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ભારતીય આંતરરાષ્ટ્રીય લોકતંત્ર
અને ચૂંટણી વ્યવસ્થાપક સંસ્થાન-આઈઆઈઆઈડીઈએમમાં આયોજીત આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી
ડો.વિવેક જોશી પણ હાજર હતા. આગામી કેટલાક વર્ષોમાં આવા તાલિમ કાર્યક્રમ હેઠળ એક લાખથી
વધુ બૂથ સ્તરના અધિકારીઓને તાલિમબદ્ધ કરાશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે
જણાવ્યું હતું.
મુખ્ય
ચૂંટણી કમિશનરે મતદાર યાદીઓને ત્રુટી રહિત અદ્યતન કરવામાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને
બીએલઓની મહત્ત્વની ભૂમિકાનો સ્વીકાર કરતાં કહ્યું કેરાજય સરકારોએ ઉપ જિલ્લાધિકારી (એસડીએમ)
સ્તરના અથવા સમકક્ષ અધિકારીઓને ઈઆરઓ તરીકે નામિત કરવા જોઈએ. તેમણે પછી વરિષ્ઠતાને ધ્યાને
લઈ બીએલઓની નિયુક્તિ કરવી જોઈએ જે તેમના પ્રભાર હેઠળ મતદાન કેન્દ્રના સામાન્ય નિવાસી
હોય. તાલીમનો આવો કાર્યક્રમ અનેક તબક્કામાં ચલાવાશે. પહેલા તબક્કામાં ચૂંટણીવાળા રાજયો
પર ધ્યાન કેન્દ્રિત કરાશે.