• શનિવાર, 19 એપ્રિલ, 2025

‘રામ મંદિરની સુરક્ષા વધારી નાખો’

રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને યુપીનાં અનેક કલેક્ટરોને ધમકીભર્યા મેઈલ મળતા એલર્ટ

નવીદિલ્હી,તા.1પ: અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના કલેક્ટરોને ધમકીભર્યા ઈમેઇલ મળ્યા છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. મેઈલમાં લખ્યું હતું કે, મંદિરની સુરક્ષા વધારજો. જે સ્પષ્ટ કરે છે કે, કોઈ મોટા ષડયંત્ર કે હુમલાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અયોધ્યાના સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

આ મેઇલ પછી અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરી અને વિસ્તૃત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સાથે જ બારાબંકી, ચંદૌલી જેવા અન્ય જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, કારણ કે આ જિલ્લાઓના ડીએમને પણ મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. હવે સાયબર સેલ આ મેઈલની તપાસમાં લાગી ગયું છે, જેથી મેઇલ મોકલનારની ઓળખ થઈ શકે. હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક