ઇંધણ સંકટ વચ્ચે 90 દિવસ સુધી સરકારની પાબંદી; કોમર્શિયલ કંપનીને પમ્પ પર મનાઇ
નવી
દિલ્હી, તા. 12 : પશ્ચિમ એશિયામાં તાણે સર્જેલા ઇંધણ સંકટ વચ્ચે સરકારે શુક્રવારે એક
મોટો ફેંસલો કરતાં કહ્યું હતું કે, ગ્રાહકો એક દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં ખરીદી
શકે.
પેટ્રોલિયમ
મંત્રાલયના આદેશ અનુસાર હવેથી ફેક્ટરીઓ અને કોમર્શિયલ વપરાશકારોને રિટેઈલ પમ્પો પરથી
પેટ્રોલ-ડીઝલ નહીં મળે.
દેશના
ઘણા ભાગોમાં પમ્પો પર ડીઝલના અચાનક વધેલા વેચાણને ધ્યાને લેતાં સરકારે આ પગલું ભર્યું
છે.
આ પ્રતિબંધ
પ્રારંભિક દોરમાં 90 દિવસ માટે લાગુ કરાયો છે. આ ફેંસલાથી સામાન્ય જનતાને ઇંધણની અછત
નહીં રહે તેવું સરકારે કહ્યું હતું.
સરકારે
જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિ, પુરવઠા સાંકળ પર દબાણ અને ઇંધણની સંગ્રહાખોરી રોકવાના
હેતુ સાથે આ નિયંત્રણ મુકાયું છે.
સરકારે
સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમોનો ભંગ થવાના સંજોગોમાં આવશ્યક વસ્તુના કાયદા હેઠળ કડક
કાનૂની કાર્યવાહી કરાશે.
રાજ્ય
સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ જમાખોરી, કાળાબજાર, ગેરકાયદે ડીઝલ ખરીદી, ડીઝલના
ખોટા ઉપયોગ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ સરકારે આપ્યો હતો.
પેટ્રોલ-ડીઝલ
: દુનિયા માટે ખતરાની ઘંટડી
અગણ
રિસર્ચના અહેવાલે વિશ્વ માટે ચિંતા બેહદ વધારી નાખી
નવી
દિલ્હી, તા. 12 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તાણ તેમજ હોર્મુઝની નાકાબંધીનાં
કારણે વિશ્વમાં તેલ સંકટ સતત વધી રહ્યું છે. તેલના સપ્લાયને લઈને સામે આવેલા એક અહેવાલે
વિશ્વ માટે ખતરાની મોટી ઘંટડી વગાડી દીધી છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે,
જો વર્તમાન પરિસ્થિતિ લાંબો સમય સુધી આવી જ રીતે યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેલના
સપ્લાયને લઈને સમગ્ર દુનિયા નવા જોખમમાં મુકાઈ શકે છે.
એએનઝેડ
રિસર્ચના તાજેતરના ગ્લોબલ ઓઈલ માર્કેટ ટ્રેકરના અહેવાલ પ્રમાણે ફારસની ખાડીમાંથી તેલના
સપ્લાયમાં સતત આવી રહેલી અડચણોને કારણે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં વૈશ્વિક સ્તરે
ક્રૂડ ઓઈલનો સ્ટોક ચિંતાજનક રીતે તળિયે પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઈંધણની ભારે તંગી
સર્જાવાની આશંકા છે.
જો
સપ્લાયમાં ઘટાડો થશે તો ઈંધણનું સંકટ વધી જશે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી ચરમસીમાએ
પહોંચી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, લાંબા સમય સુધી સપ્લાયમાં રહેનારી
આ તંગી વૈશ્વિક સ્ટોકમાં સતત ઘટાડો કરી રહી છે. બીજી તરફ બજારમાં ક્રૂડ ઓઇલની માંગ
સતત મજબૂત બનેલી છે. આ અસંતુલનને કારણે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના
ભાવમાં સતત ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાનો ખતરો વધી રહ્યો છે.
એએનઝેડના
અનુમાન પ્રમાણે જો ફારસની ખાડીમાંથી થતા ક્રૂડ ઓઈલના સપ્લાયમાં દૈનિક લગભગ 10.5 મિલિયન
બેરલનું નુકસાન આ જ રીતે ચાલુ રહેશે, તો વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભંડારમાં સતત ઘટાડો નોંધાતો
રહેશે. આ સ્થિતિને જોતાં આગામી સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓઈલ રિઝર્વ તેના સૌથી નીચલાં
સ્તરે પહોંચી શકે છે.
આ સાથે
જ ઓઈલ ઉત્પાદનોનો રિઝર્વ સ્ટોક તેનાથી પણ વહેલા, સંભવત: ઓગસ્ટ મહિના સુધીમાં જ અત્યંત
ગંભીર સ્તરે પહોંચી શકે છે. આ સ્થિતિના કારણે બજારમાં માત્ર 20 દિવસ ચાલે તેટલો જ રિઝર્વ
સ્ટોક બચશે.
હોર્મુઝ
બંધ હોવાના કારણે ઓઈલ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે હાલ મિડલ ઈસ્ટમાંથી
ક્રૂડ ઓઈલના સપ્લાયમાં આવેલા ધરખમ ઘટાડા પર ફોકસ પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મે
મહિના દરમિયાન દૈનિક આશરે 6.8 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રાતા સમુદ્રના
માર્ગે થતી સાઉદી અરેબિયાની નિકાસમાં પણ ઘટાડો થયો છે, જેને પગલે બજારમાં ઉપલબ્ધ સપ્લાય
અંગેની ચિંતાઓ વધી છે.