• શનિવાર, 13 જૂન, 2026

શેરબજારમાં રોનક : 10 લાખ કરોડનો વરસાદ

સેંસેક્સમાં 1695 અને નિફ્ટીમાં 461.30 પોઈન્ટનો ઉછાળો

 

નવી દિલ્હી, તા. 12 : અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ અને નિફ્ટી-50માં શાનદાર બઢત જોવા મળી હતી અને 2-2 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. આઈટી સેક્ટરમાં થોડું દબાણ રહ્યું હતું પણ અમુક સેક્ટર્સમાંથી બજારને જોર મળતા રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડથી વધારે વધી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના અહેવાલોએ માર્કેટમાં રોનક બતાવી હતી અને સેંસેક્સ તેમજ નિફ્ટી 1-1 ટકાથી વધુની બઢત સાથે ખુલ્યા હતા અને ડીલની વાત સામે આવતા જ અંતિમ બે કલાકમાં બઢત 2 ટકાએ પહોંચી હતી. સેંસેક્સ 1675.40 પોઈન્ટ એટલે કે 2.30 ટકાના ઉછાળા સાથે અને નિફ્ટી-50 461.30 પોઈન્ટ એટલે કે 1.99 ટકાની બઢત સાથે 23,622.90એ બંધ આવ્યું હતું. આ અગાઉ 11મી જૂને બીએસઈ ઉપર લિસ્ટેડ તમામ શેરની બજાર મૂડી 4,51,83,025.178 કરોડ હતી. જે 12મી જૂને વધીને 4,62,05,607.73 કરોડે પહોંચી હતી. એટલે કે રોકાણકારોની મુડીમાં 10,22,582.552 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. સેંસેક્સમાં લિસ્ટેડ 30 શેરમાંથી માત્ર બે જ  લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ ઉપર કુલ 4422 શેરમાં કારોબાર થયો હતો. જેમાં 3234 શેર મજબુત થયા હતા, જ્યારે 1030માં ઘટાડો આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક