લંડન તા.12: ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન જ અચાનક ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટધર કેન વિલિયમ્સને તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. આ સાથે જ કિવિઝના આ સૌથી સફળ બેટરની 16 વર્ષની ઈન્ટરનેશનલ કેરિયરનો અંત આવ્યો છે. 3પ વર્ષીય કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ઇન્ટરનેશનલ રન કરનારો ખેલાડી છે. તેણે 378 ઇન્ટરનેશનલ મેચમાં 19346 રન કર્યાં છે. જેમાં 48 સદી છે. જેમાં 6 બેવડી સદી સામેલ છે. વિલિયમ્સન લાલ દડાના ક્રિકેટમાં વધુ સફળ રહ્યો હતો. તેણે 110 ટેસ્ટમાં પ1.97ની સરેરાશથી કુલ 9પ1પ રન કર્યાં હતા. જેમાં 33 સદી અને 38 અર્ધસદી હતી. તેણે દસ હજાર ટેસ્ટ રન પૂરા કરવા અગાઉ જ નિવૃત્તિ લઇને સહુને ચોંકાવી દીધા હતા.
2010માં
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કેન વિલિયમ્સને પોતાની ટેકનીક અને કલાસથી દુનિયાભરના
ક્રિકેટ પંડિતોને પોતાના પ્રશંસક બનાવી દીધા હતા. તેની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ ટીમ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ભારતીય ટીમને હાર આપી વિજેતા બની હતી. આ ઉપરાંત
2019માં સહેજમાં વન ડે વિશ્વ કપનો ખિતાબ ચૂકી ગઇ હતી. સંન્યાસની જાહેરાત બાદ વિલિયમ્સન
ઈંગ્લેન્ડ સામેના બાકીના બે ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. બીજો ટેસ્ટ 17 જૂનથી શરૂ થવાનો
છે.