• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

કેનેડામાં 413 જંગલમાં ભીષણ આગ : સવા લાખ લોકો બેઘર

ઓટાવા, તા. 7 : કેનેડાનાં 413 જંગલમાં અત્યાર સુધીની સૌથી ભયાનક આગ લાગતાં લોકોમાં ભારે ભય સાથે ઉચાટ ફેલાયો છે. તમામ 10 પ્રાન્તો અને શહેરોમાં આગની અસર થઇ છે. આગ લાગતાં લગભગ 33 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર સળગીને રાખ થઇ ચૂકયો છે. આ વિસ્તાર છેલ્લાં 10 વરસની સરેરાશથી 13 ગણો વધુ અને બેલ્જિયમનાં કુલ્લ ક્ષેત્રફળ કરતાં પણ મોટો છે. આગનાં કારણે સવા લાખથી વધુ લોકોને પોતાનાં ઘર છોડવાં પડયાં છે. અત્યારે કેનેડાનાં 413 જંગલમાં આગ લાગેલી છે, જેમાંથી 249 વન ક્ષેત્રોમાં સ્થિતિ બેકાબૂ છે.