• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

જેલમાંથી કેજરીવાલે જાહેર કરી 6 ગેરંટી

ઇન્ડિયાની રેલીમાં પત્નીએ વાંચી સંભળાવી : વીજળી, સ્વાસ્થ્ય, શિક્ષણ, એમએસપી, દિલ્હીને રાજ્યનો દરજ્જો સહિત વચન : 5 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી

નવી દિલ્હી, તા.31 : લોકસભા ચૂંટણી પહેલા રાજકીય દાવપેચનો માહોલ બરાબર જામ્યો છે. સત્તાપક્ષ અને વિપક્ષો આમને સામને છે તેવી સ્થિતિમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 ગેરંટી જાહેર કરી છે જે તેમનાં પત્ની સુનીતાએ વાંચી સંભળાવી છે.

દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં સુનીતા કેજરીવાલે પતિ અરવિંદ કેજરીવાલની 6 ગેરંટી જાહેર કરી હતી. તેમણે કહ્યંy કે આ રેલીમાં ભારતની જનતા અરવિંદ કેજરીવાલ સાથે ઉભી છે. તેમને હંમેશ માટે જેલમાં રાખી ન શકાય. તેઓ (અરવિંદ કેજરીવાલ) કહે છે કે હું તમારી પાસે મત નહીં માગું. હું તમને કોઈને ચૂંટણીમાં હરાવવાનું નથી કહી રહ્યો. હું માત્ર 140 કરોડ ભારતીયોને આ દેશને આગળ વધારવામાં મદદ કરવા માટે કહી રહ્યો છું. દરમિયાન સુનીતાએ ઇન્ડિયા ગઠબંધન પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યંy કે ઇન્ડિયા  માત્ર આપણા માટે એક ગઠબંધન નથી પરંતુ આપણો ધબકાર છે.

બાદમાં તેમણે 6 ગેરંટી જાહેર કરી કે 1) દેશભરમાં વીજ કાપ નહીં હોય ર) દેશભરમાં ગરીબો માટે વીજળી મફત હશે 3) પ્રત્યેક ગામમાં એક સારી શાળા હશે જ્યાં સમાજના દરેક વર્ગને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળશે 4) દરેક ગામમાં એક મોહલ્લા ક્લિનિક હશે અને દરેક જિલ્લામાં સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે. પ) ખેડૂતોને સ્વામીનાથન રિપોર્ટ અનુસાર એમએસપી મળશે. 6) દિલ્હીને રાજ્યનો દરજ્જો આપીશું. અરવિંદ કેજરીવાલે ખાતરી આપી છે કે આ તમામ ગેરંટીને સત્તામાં આવ્યાના પ વર્ષમાં પૂરી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024