• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્ચાતિવુને માથાનો દુ:ખાવો માનતા હતા નેહરુ : જયશંકર

નવી દિલ્હી, તા. 1 : કચ્ચાતિવુ મુદ્દે વિદેશ મંત્રી અને ભાજપ નેતા ડો. એસ જયશંકરે કહ્યું હતું કે લોકો જાણે છે કે દ્વીપ સાથે શું થયું પણ કોણે મુદ્દો છુપાવ્યો તે જાણતા નથી. જનતાને જાણવાનો અધિકાર છે કે સમગ્ર સ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થઈ હતી. કચ્ચાતિવુ મુદ્દે જયશંકરે કહ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાનોએ ભારતીય ક્ષેત્ર મુદ્દે ઉદાસિનતા બતાવી હતી અને તેઓને આ મામલે કોઈ દરકાર હતી નહી. પંડિત નેહરુ કચ્ચાતિવુ દ્વીપના મુદ્દાને માથાનો દુ:ખાવો ગણતા હતા અને બને તેટલી ઝડપી આ ક્ષેત્ર શ્રીલંકાને આપી દેવા માગતા હતા. 

જયશંકરે કહ્યું હતું કે 1974મા કચ્ચાતિવુ સમજૂતિ માટે જવાબદાર પાર્ટી કોણ હતી અને 1976મા માછીમારોના અધિકાર કેવી રીતે સમાપ્ત કરી દેવામાં આવ્યા તે સૌકોઈ જાણે છે. આ સમગ્ર  વાત જનતાથી ખુબ લાંબા સમયથી છુપાવવામાં આવી રહી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024