• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રામ મંદિરમાં હવે તમામ રામ ભક્ત સરખા : કોઈ ટઈંઙ નહી

મંદિરમાં ચંદનના તિલક અને ચરણામૃત આપવાની પ્રથા બંધ : પૈસા પણ માત્ર દાનપાત્રમાં જ દઈ શકાશે

અયોધ્યા, તા. 23 : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર વ્યવસ્થા સંબંધિત ત્રણ મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. હવે કોઈપણ વિશિષ્ટ વ્યક્તિ હોય કે અતિ વિશિષ્ટ વ્યક્તિ શ્રી રામ મંદિર પરિસરમાં તેઓને ચંદનનું તિલક લગાડવામાં આવશે નહી તેમજ હવે કોઈને ચરણામૃત અપાશે નહી. ત્રીજો સૌથી મહત્વનો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે દર્શનાર્થી પૂજારીને પૈસા આપવાને બદલે માત્ર દાનપાત્રમાં જ અર્પણ કરી શકશે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઘણા દિવસથી ફરિયાદો આવી રહી હતી કે તમામ રામ ભક્તો સાથે સમાન વ્યવહાર થઈ રહ્યો નથી. અમુક લોકોને ખાસ સુવિધાઓ મળી રહી છે. જેમ કે તેઓને ચંદનનું તિલક લગાડવામાં આવે છે અને ચરણામૃત આપવામાં આવે છે. આ વ્યવસ્થાને હવે ટ્રસ્ટે સમાપ્ત કરી દીધી છે. જેના કારણે હવે કોઈપણ વ્યક્તિને વીઆઈપી ગણવામાં આવશે નહી. તમામ રામ ભક્ત સમાન રહેશે. ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું હતું કે બદલાવ નથી થયો પણ અમુક વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અમુક શ્રદ્ધાળુઓના મનમાં શંકા રહેતી હતી અને ટ્રસ્ટ પ્રત્યે રોષ હતો તેને દૂર કરવાનો પ્રયાસ થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક