• સોમવાર, 01 જૂન, 2026

મારવાડી યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ પ્રોજેક્ટ એક્ઝિબિશન યોજાયું


 વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ દ્વારા પ્લેસમેન્ટ, પેટન્ટ અને પબ્લિકેશનમાં સફળતા મેળવી

 

રાજકોટ, તા. 30 (ફૂલછાબ ન્યૂઝ) : મારવાડી યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તાજેતરમાં ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાયું હતું.

 સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ્સ માટે આ આયોજન થાય છે. જેના કારણે જુનિયર વિદ્યાર્થીઓ, અન્ય ડિપાર્ટમેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ સાથે આ પ્રોજેક્ટ્સના રિઝલ્ટ અને પરિણામો વિષે જાણકારી મળે છે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસમાં ફાઇનલ યરના પ્રોજેક્ટ દ્વારા સ્ટુડન્ટ પોતે મેળવેલી સ્કિલ્સ, નોલેજ અને ઇનોવેશન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. જેનો સીધો ફાયદો તેમેને જોબ પ્લેસમેન્ટ, હાયર સ્ટડી અને રિસર્ચની તેમની ભવિષ્યની કારકિર્દીમાં અતિશય ઉપયોગી અને મજબૂત શરૂઆત કરવામાં થાય છે.   અત્રે ઉલ્લેખનીય છે કે હાલના એકેડેમિક યર 2025-2026 દરમિયાન સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કારકિર્દીના ત્રણ આધાર સ્થંભ એટલે કે પ્લેસમેન્ટ, પેટન્ટ, અને પબ્લિકેશનમાં શ્રેષ્ઠ સફળતા મેળવી છે. વિશ્વભરમાં ક્વોલિટી પબ્લિકેશન માટે જાણીતી સંસ્થા સાયન્સ ડાયરેક્ટ અને સ્કોપાસ દ્વારા કુલ પાંચથી વધારે  મારવાડી યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ લખેલા રિસર્ચ પેપરને પબ્લિશ કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક