• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કિંગ કોહલીની નજર મહારેકોર્ડ પર

સૌથી વધુ ઇન્ટરનેશનલ રન મામલે સંગકારા અને પોન્ટિંગથી આગળ થવાની તક

ચેન્નાઇ, તા.16: લગભગ 40 દિવસના બ્રેક બાદ ભારતીય ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરથી એકશનમાં જોવા મળશે. બાંગલાદેશ સામેના પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. ટીમ ઇન્ડિયાને બાંગલાદેશ સામે બે, ન્યુઝીલેન્ડ સામે ત્રણ અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચ રમવાના છે. આ 10 ટેસ્ટ મેચ એ નકકી કરશે કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચે છે કે નહીં. આ તમામ ટેસ્ટમાં વિરાટ કોહલીની ભૂમિકા મહત્વની હશે. એવામાં કિંગ કોહલી પાસે એક મહારેકોર્ડ તોડવાની તક છે.

વિરાટ કોહલીના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 26942 રન છે. આ રન તેણે પ91 ઇનિંગ (ત્રણેય ફોર્મેટ)માં પ3.3પની સરેરાશથી બનાવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમા હાલ વિરાટ કોહલી ચોથા ક્રમ પર છે. સચિન સિવાય અન્ય કોઇ ક્રિકેટર 30000ના આંકડાને સ્પર્શ કરી શકયો નથી. આ સૂચિમાં બીજા અને ત્રીજા નંબર પર કુમાર સંગકારા અને રિકી પોન્ટિંગ 28016 અને 27483 રન સાથે છે. વિરાટ કોહલી આ બન્ને દિગ્ગજથી આગળ થવા માટે 107પ રન પાછળ છે. જો આગામી 10 ટેસ્ટ મેચમાં તે આ આંકડો પાર કરી લેશે તો સચિન પછી બીજા નંબર પર આવી જશે. સચિન તેંડુલકરે 34પ37 રન 782 ઇનિંગમાં કર્યાં હતા. સંગકારાએ 28016 રન 666 ઇનિંગ અને પોન્ટિંગે 27483 રન 668 ઇનિંગમાં બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 26942 રન પ91 ઇનિંગમાં કર્યાં છે.

કોહલી ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યો છે. આ વર્ષે ટીમ ઇન્ડિયાનો કોઇ વન ડે મેચ નથી. આથી આગામી 10 ટેસ્ટની સંભવિત 20 ઇનિંગમાં કોહલી પાસે રેકોર્ડની તક છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક