• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હરમનપ્રિત અને શ્રીજેશ FIH દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે નોમિનેટ

લુસાને તા.17: ભારતીય કપ્તાન હરમનપ્રિત સિંઘ અને ગોલકીપર પીઆર શ્રીજેશ આજે એફઆઈએચ (ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન) દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડી અને સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે નોમિનેટ થયા છે. હરમનપ્રિત અને શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના કાંસ્ય ચંદ્રક અભિયાનમાં શાનદાર ભૂમિકા નિભાવી હતી. કપ્તાન હરમનપ્રિત 10 ગોલ સાથે ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ કરનારો હોકી ખેલાડી બન્યો હતો. મહિલા વિભાગમાં ભારતની કોઇ ખેલાડી નામાંકિત થઇ નથી.

એફઆઇએચના આ પુરસ્કારમાં હરમનપ્રિત સિંઘ સાથે નેધરલેન્ડનો થિયરી બ્રિંકમેન, નેધરલેન્ડનો જોએપ ડી મોલ, જર્મનીનો હેંસ મુલર અને ઇંગ્લેન્ડનો જેચ વાલેસ રેસમાં છે. ભારત તરફથી ઓલિમ્પિકમાં આખરી ટૂર્નામેન્ટ રમનાર પીઆર શ્રીજેશ સાથે આ એવોર્ડ માટે ડચ ગોલકીપર પિરમિન બ્લેક, સ્પેનનો લુઇસ કૈલજાડો, જર્મનીનો જીન પોલ ડેનબર્ગ અને આર્જેન્ટિનાનો ગોલકીપર ટોમસ સેંટિયાગો રેસમાં છે.

એફઆઇએચ એવોર્ડ માટે સંબંધિત નેશનલ ટીમના કેપ્ટનો, રાષ્ટ્રીય સંઘો, ચાહકો, અન્ય ખેલાડીઓ અને મીડિયાના મતોની પ્રક્રિયા 11 ઓકટોબર સુધી ચાલુ રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક