• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

બાંગલાદેશ કપ્તાન શાંતોએ શ્રેણી હાર માટે બેટધરોને જવાબદાર ઠેરવ્યા

કાનપુર, તા.1: બીજા ટેસ્ટના પહેલા દિવસે અરધાથી વધુ સમયની રમત બગડી હતી. પછીના બે દિવસ વરસાદમાં ધોવાઇ ગયા હતા. આમ છતાં બે દિવસમાં ટીમ ઇન્ડિયાએ આક્રમક અંદાજમાં જીત હાંસલ કરી હતી. બીજી તરફ પાકિસ્તાનને તેની જ ધરતી પર 2-0થી હાર આપનાર બાંગલાદેશ ટીમ ભારત સામે ઘૂંટણીયે પડી ગઇ હતી. બીજા ટેસ્ટની હાર તેમના માટે વધુ આંચકારૂપ રહી છે.

બીજા ટેસ્ટની હાર બાદ બાંગલાદેશના કપ્તાન નઝમૂલ હસન શાંતોએ સ્વીકાર્યું કે અમે ટક્કર આપી શકયા નહીં. ખાસ કરીને બન્ને મેચમાં અમારી બેટિંગ નબળી રહી. પરિસ્થિતિ એટલી ખરાબ ન હતી કે સારી બેટિંગ થઇ શકે નહીં. તમે અમારી બેટિંગ જોશો તે ખબર પડશે કે મોટાભાગના ખેલાડી 3-0-40 દડાનો સમાનો કરીને આઉટ થતાં રહ્યા. પહેલા મેચમાં અશ્વિન અને જાડેજાએ જે રીતે બેટિંગ કરી એથી મેચ અને સિરીઝનું પરિણામ પલટી ગયું. એ ભાગીદારીને લીધે અમે એ મેચ હાર્યાં. બીજા ટેસ્ટમાં મોમિનૂલે શાનદાર સદી કરી, પણ કામ ન આવી. કારણ કે તેને સહયોગ મળ્યો નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024