• સોમવાર, 27 મે, 2024

અમે વિકેટ ગુમાવતા રહ્યા અને ધોની બોલર બદલતો રહ્યો: હાર્દિક

ચેન્નાઇ, તા.24: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ખેલદિલી બતાવીને ચેન્નાઇ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચવા માટે અભિનંદન આપ્યા છે. ગઇકાલે રમાયેલા પહેલા ક્વોલીફાયર મેચમાં સીએસકેએ ઋતુરાજ ગાયકવાડના 60 રનની મદદથી 7 વિકેટે 172 રન કર્યાં હતા. જવાબમાં ગુજરાતની ટીમ તરફથી કોઇ મોટી ભાગીદારી થઇ ન હતી અને સમયાંતરે વિકેટો પડી હતી. આથી પૂરી ટીમ આખરી દડે 1પ7 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. સીએસકે તરફથી બે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને મહેશ તિક્ષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી.

મેચ બાદ ગુજરાતના સુકાની હાર્દિક પંડયાએ જણાવ્યું કે મને લાગે છે કે અમે બોલિંગમાં સચોટ હતા પણ બાદમાં બેઝિક ભૂલો કરી.  એથી નુકસાન થયું. અમે સીએસકેને અંતમાં 1પ રન પણ વધુ આપ્યા. અમે રણનીતિ અનુસાર આગળ વધી રહ્યા હતા, પણ બેટિંગમાં અમે ભટકી ગયા. મને લાગે છે કે આ હાર પર અમારે વધુ વિચારવાની જરૂર નથી. ફક્ત હવે પછીના મેચ પર ફોકસ કરવાની જરૂર છે. ચેપોક પર આ હાર ભૂલી અમે અમદાવાદ પહોંચશું.અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે અમદાવાદમાં બીજો ક્વોલીફાર મેચ શુક્રવારે રમાશે. ત્યારે ગુજરાત સામે મુંબઇ-લખનઉ વચ્ચેના મેચની વિજેતા ટીમ સામે હશે.

હાર્દિકે કહ્યંy કે અમારે બે દિવસ બાદ ફરી રમવાનું છે. અમારે ફાઇનલમાં પહોંચવા વધુ એક મેચ રમવાનો છે. બસ આ વાત પર ધ્યાન આપવાનું છે. સીએસકેના કપ્તાન ધોનીને અભિનંદન આપતા કહ્યંy કે વાસ્તવમાં તેણે તેના બોલરોને સારો ઉપયોગ કર્યો. જે કુલ સ્કોરમાં 10 રનનો વધારો કરવા બરાબર હોય છે. જે ધોનીની ખાસિયત છે. તે પોતાના મગજથી બોલરોનો બખૂબી ઉપયોગ કરે છે. અમે વિકેટ ગુમાવતા રહ્યા અને તે (ધોની) બોલર બદલતો રહ્યો. તેના માટે હું ખુશ છું. રવિવારે તેને મળીને વધુ સારું લાગશે. જીવનમાં પસ્તાવો કરવો સારો નથી. અમે બન્ને વિભાગમાં સારો દેખાવ કરી શક્યા નહીં. અમે બે દિવસ બાદ ફરી શાનદાર દેખાવ કરશું. તેમ અંતમાં જીટીના કપ્તાન પંડયાએ કહયું.

ઇ-પેપરના નવા શુલ્ક