172
રનના લક્ષ્ય સામે ઓપનિંગ જોડીએ મજબૂત શરૂઆત કર્યા બાદ શ્રીલંકાનો ધબડકો
નવી
દિલ્હી, તા. 28 : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે શ્રેણીના પહેલા ટી20 મેચમાં ન્યુઝીલેન્ડે
8 રને રોમાંચક જીત મેળવી હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો ફેસલો કરતા
જીત માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 164 રન જ બનાવી
શકી હતી.
ન્યુઝીલેન્ડે
એક સમયે 65 રનના સ્કોરે જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ડેરિલ મિચેલના 62 રન અને
બ્રેવેલના 59 રનની મદદથી સ્કોર 172 સુધી પહોંચ્યો હતો. જેમાં શ્રીલંકા તરફથી બી ફર્નાન્ડો,
મહિસા તિક્ષણા અને હસારંગાએ બે બે વિકેટ લીધી હતી જ્યારે મથિસા પથિરાનાને એક વિકેટ
મળી હતી.
લક્ષ્યનો
પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પથુમ નિસંકા અને કુસલ મેન્ડીસે મજબૂત શરૂઆત અપાવી
હતી. બન્ને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી અને મેચ આસાનીથી શ્રીલંકા જીતી જશે તેવી સ્થિતિ
બની હતી. જો કે આ બન્નેની વિકેટ પડયા બાદ શ્રીલંકાનો એકદમ ધબડકો થયો હતો અને બાદમાં
એક પણ ખેલાડી ડબલ અંક સુધી પહોંચી શક્યો નહોતો. ન્યુઝીલેન્ડ તરફથી જેકોબ ડફીએ ત્રણ
વિકેટ લીધી હતી જ્યારે મેટ હેનરી અને ઝેકરી ફોક્સને બે બે વિકેટ મળી હતી.