300
પ્લસ ટાર્ગેટ ચેઝ કરતી વખતે ટીમ ઇન્ડિયા 48 વખત હારી અને ફક્ત 3 વખત જીતી
નવી
દિલ્હી, તા.29: ઓસ્ટ્રેલિયાએ ચોથા ટેસ્ટના ચોથા દિવસે 9 વિકેટે 228 રન કરી ભારત પર
શિકંજો કસ્યો છે. તે 333 રને આગળ થયું છે. ટીમ ઇન્ડિયાનો 300 ઉપરના લક્ષ્યનો પીછો કરતા
રેકોર્ડ સારો નથી. 330 પ્લસ ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઇન્ડિયાએ 48 વખત હાર સહન કરી છે જ્યારે
32 વખત મેચ ડ્રો પર છૂટયો છે. 330 પ્લસ ટાર્ગેટ ચેઝ કરીને ફક્ત 3 જીત નોંધાવી છે. જે
પરાક્રમ બે વખત વિદેશમાં અને એકવાર ઘરઆંગણે કર્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં 300 પ્લસ
એક જીત સામેલ છે. ટીમ ઇન્ડિયાએ 2021માં બ્રિસબેનમાં 328 રન કરી ગાબાનું ઘમંડ તોડી જીત
મેળવી હતી.
મેલબોર્ન
મેદાન પર સફળ રન ચેઝનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. તેણે ડિસેમ્બર-1928માં 7 વિકેટે
332 રન કરી જીત મેળવી હતી. 96 વર્ષથી આ રેકોર્ડ યથાવત્ છે. જેને તોડીને ભારતને જીત
મેળવવાની છે, કારણ કે ઓસ્ટ્રેલિયા હાલ ભારતથી 333 રન આગળ છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા
ધરતી પર ફક્ત બે વખત 200થી વધુ રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કર્યો છે.