બીજી
વખત આ ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો
ન્યૂયોર્ક
તા.29: ભારતની કોનેરૂ હમ્પી આજે અહીં ઇન્ડોનેશિયાની ખેલાડી ઇરીન સુકંદરને હરાવીને બીજીવાર
વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતા બની છે. કોનેરૂ હમ્પીએ ઇતિહાસ રચીને બીજીવાર
આ ખિતાબ કબજે કર્યોં છે. હમ્પીએ આ પહેલા 2019માં જોર્જિયામાં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ
ટ્રોફી જીતી હતી. ભારતની નંબર વન શતરંજ મહિલા ખેલાડી કોનેરૂ હમ્પી ચીનની જૂ વેનજુન
પછી વધુ વખત આ ખિતાબ જીતનારી બીજી ખેલાડી છે. 37 વર્ષીય હમ્પીએ 8.પ પોઇન્ટ સાથે આ ખિતાબ
કબજે કર્યોં હતો. પુરુષ વિભાગમાં રશિયાનો 18 વર્ષીય વોલોડર મુર્જિન ચેમ્પિયન બન્યો
હતો. વિશ્વ શતરંજમાં ભારતે ફરી ડંકો વગાડયો છે. હાલમાં ડી. ગુકેશ ચીનના ડિન લિરેનને
હાર આપી વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ભારતની મહિલા અને પુરુષ ટીમે
ઇતિહાસ રચીને ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.