-
અભિષેક પોરેલના સર્વાધિક
49 : કેપ્ટન અક્ષર પટેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની 34-34 રનની કેમિયો ઇનિંગ
નવી
દિલ્હી, તા.16: આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સના
20 ઓવરના અંતે પ વિકેટે 188 રનનો પડકારરૂપ સ્કોર થયો હતો. દિલ્હીને 188 રન સુધી પહોંચાડવામાં
રાજસ્થાન રોયલ્સની કંગાળ ફિલ્ડીંગનો પણ ફાળો રહ્યો હતો. આરઆર ફિલ્ડરોએ ચાર કેચ ટપકાવ્યા
હતા. રાજસ્થાન તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. સૌથી વધુ 49 રન ઓપનર અભિષેક
પોરેલે કર્યા હતા જ્યારે રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી હતી.
રાજસ્થાનના
કપ્તાન સંજૂ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. દિલ્હી તરફથી અભિષેક પોરેલ અને જેક
ફ્રેઝર વચ્ચે પહેલી વિકેટમાં 1પ દડામાં 34 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જેક ફેઝર (9)ની
નિષ્ફળતા ચાલુ રહી હતી જ્યારે ડોમેસ્કિટ ક્રિકેટનો કિંગ કરુણ નાયર ઝીરોમાં રન આઉટ થયો
હતો. આ પછી પોરેલ અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટમાં પ7 દડામાં 63 રનની ઉપયોગી ભાગીદારી
થઇ હતી. પોરેલ 37 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 49 રને અને રાહુલ 32 દડામાં 2 ચોક્કા-2
છક્કાથી 38 રને આઉટ થયા હતા.
ડેથ
ઓવર્સમાં કેપ્ટન અક્ષર પટેલે આરઆરના બોલર્સ સામે હલ્લાબોલ કરીને 14 દડામાં 4 ચોક્કા-2
છક્કાથી 34 રનની કેમિયો ઇનિંગ રમી હતી જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 18 દડામાં 2 ચોક્કા-2
છક્કાથી 34 રને અને આશુતોષ શર્મા 1પ રને નોટઆઉટ રહ્યા હતા. આથી દિલ્હીના પ વિકેટે
188 રન થયા હતા.