આરોપી રાજકોટ સારવાર હેઠળ
રાજકોટ, તા.11: આટકોટ નિર્ભયાકાંડ
જેવા ગુનાના આરોપીએ પોલીસ પર ધારીયા વડે જીવલેણ હુમલો કરતા એક પોલીસમેન ગંભીર રીતે
ઘવાયા હતાં. જ્યારે સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરીંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગતા
તે ત્યાં જ ઢળી પડયો હતો. જે બાદ ઘવાયેલા પોલીસકર્મી અને આરોપીને સારવાર માટે રાજકોટની
સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોપી વિરદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો
હતો.રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.એસ.આઈ. એચ.સી.ગોહિલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદમાં
આરોપી તરીકે રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસિંગ ડુડવા (રહે. હાલ પીપળીયા ગામની સીમ, જસદણ
મૂળ અલીરાજપુર, મધ્યપ્રદેશ)નું નામ આપતા રાજકોટ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ
ગુનો નેંધી તપાસ આદરી હતી. ફરિયાદીએ જણાવ્યુ હતું કે, તેઓ એલસીબી શાખામાં પીએસઆઈ તરીકે
ફરજ બજાવે છે. આટકોટ પોલીસ મથકના દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળના ગુન્હાની તપાસમાં
મદદમાં રહેવા એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની સુચનાથી ગઈકાલે બપોરે એલસીબી તેમજ એસઓજી સહિતનો
સ્ટાફ સરકારી વાહનમાં ગુન્હાની તપાસના કામે આરોપી રેમસિંગ ઉર્ફે રામસિંગ તેરસિંગ ડુડવાને
પોલીસ કસ્ટડીમાં અદાલતમાં રજુ કરી તા.1પ/1ર સાંજના સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. ફાયરીંગમાં
ઘાયલ આરોપીને પકડી લઈ 108 મારફતે આરોપી અને પોલીસકર્મીને સારવાર માટે આટકોટ હોસ્પિટલમાં
ખસેડાયા બાદ બન્નેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ આરોપીની
પોલીસ જાપ્તા હેઠળ સારવાર ચાલુ છે.