• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

WPLની શરૂઆત 14 જાન્યુઆરીથી

7 ફેબ્રુઆરી 2027ના રમાશે ટૂર્નામેન્ટનો અંતિમ મુકાબલો :  બીસીસીઆઇનું એલાન

નવી દિલ્હી, તા. 16 : વુમન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)ની પાંચમી સીઝનની તારીખો લગભગ નક્કી થઈ ચૂકી છે. પુરુષોની જેમ મહિલા ખેલાડીઓએ પણ ડબલ્યૂપીએલ મારફતે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળતા મેળવી છે. બીસીસીઆઇ અનુસાર ડબલ્યૂપીએલની આગામી સીઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2027 વચ્ચે રમાશે.

નવી સીઝન શરૂ થતા પહેલા ટીમોએ પોતાની સ્ક્વોડ તૈયાર કરવી પડશે. જેના માટે અમુક ખાસ તારીખો નક્કી કરવામાં આવી છે. દરેક ટીમને પ્લેયર રિટેન્શનની યાદી સોંપવા માટે 28 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દિવસ સુધીમાં તમામ ફ્રેન્ચાઇઝી નક્કી કરશે કે કયા જૂના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવા માગે છે. 28 ઓક્ટોબરના કોચ્ચિમાં ઓક્શન યોજવામાં આવશે. જ્યાં પાંચેય ટીમ નવા ખેલાડીઓ ઉપર બોલી લગાડશે.

ઇ-પેપરના નવા શુલ્ક