• મંગળવાર, 25 જૂન, 2024

બેયર ગ્રિલ્સના ‘મેન વર્સિસ વાઇલ્ડ’ એડવેન્ચર શોમાં વિરાટ અને પ્રિયંકા ચમકશે?

નવી દિલ્હી, તા.7: એડવેન્ચર શો ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના હોસ્ટ બેયર ગ્રિલ્સ હવે ટૂંક સમયમાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરાને સાથે રાખીને શો કરવા તૈયાર છે. બેગર ગ્રિલ્સે કહ્યંy હતું કે હું આ બન્ને સેલિબ્રિટીના સંપર્કમાં છું. જલ્દીથી ઈન્ડિયા આવીને મેન વર્સિસ વાઇલ્ડ શોનો નવો એપિસોડ શૂટ કરીશ. તેના આ શોમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઇને રજનીકાંત, અક્ષયકુમાર અને રણવીર સિંહ આવી ચૂક્યા છે. ડિસ્કવરી ચેનલ પર આવતો આ એડવેન્ચર શો દુનિયાભરમાં લોકપ્રિય છે. બેયર ગ્રિલે ખુદે કહ્યંy છે કે હું વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા સાથે આ એડવેન્ચર શો કરવા ઉત્સુક છું. દર્શકો માટે પણ આ એક નવી રોમાંચક સફર બની રહેશે. વિરાટ કોહલી મારી પહેલી પસંદ છે. તેના દુનિયાભરમાં ચાહકો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024