• મંગળવાર, 28 નવેમ્બર, 2023

વિજેતા ટીમને 40 લાખ, રનર્સ અપને 20 લાખ ડોલર મળશે

અમદાવાદ, તા.18: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. રવિવાર, 19 નવેમ્બરે બપોરે બે વાગ્યે આ મહામુકાબલો શરૂ થશે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ એ સૌથી મહત્ત્વની મેચ હોય છે. જેના અંગે કેટલીક વાતો જાણવી જરૂરી છે. જેમ કે આ દિવસે વરસાદ પડે અથવા કોઈપણ કારણોથી મેચ રમી શકાય કે નહીં. 

ખરાબ હવામાન અથવા વરસાદનાં કારણે ફાઇનલ મેચ ધોવાઈ જાય તો તેના માટે એક રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે.

 ફાઇનલમાં વિજેતા બનનાર ટીમને 40 લાખ ડોલરનું પ્રાઇઝ મળશે જ્યારે રનર્સ-અપને 20 લાખ ડોલર મળશે.

 આ ટૂર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે એક કરોડ ડોલરનાં ઈનામ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં જે ટીમ જીતતી હતી તેમને દરેક વખતે 40,000 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું હતું, એટલે કે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં 9 વખત 40,000 ડોલરનું ઈનામ જીતી ચૂકી છે. સેમી ફાઇનલની કમાણી અલગ.

વર્લ્ડકપની બન્ને સેમી ફાઇનલ રમાઈ ગઈ છે. સેમી ફાઇનલમાં હારનારી ટીમોને 8 લાખ ડોલર મળ્યા છે, એટલે કે ન્યુઝિલેન્ડ અને સાઉથ આફ્રિકાને 16 લાખ ડોલરનું પ્રાઇઝ મળ્યું છે.

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023