• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગાંધીનગરમાં 4થી ગ્લોબલ RE- ઇન્વેસ્ટ ઇવેન્ટનું 16મીએ મોદી ઉદ્ઘાટન કરશે સમિટમાં 40 સત્રો, પાંચ પ્લેનરી ચર્ચાઓ 115થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ બેઠકો યોજાશે

140 દેશોના 25,000 પ્રતિનિધિ-200થી વધુ વકતા ભાગ લેશે

અમદાવાદ, તા.13 : ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત ચોથી છઊ-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આ કાર્યક્રમ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ ઇ2ઇ (બિઝનેસ ટુ બિઝનેસ) માટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે. આ કાર્યક્રમમાં ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ હાજરી આપશે.

16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સવારે 10થી 11 વાગ્યા દરમ્યાન ઉદ્દઘાટન સત્ર સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે.જેમાં અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે ત્યારબાદ પ્લેનરી અને સમાંતર સત્રો યોજાશે. જેમાં (1) કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ગ્રીન હાઈડ્રોજનની ભૂમિકાને વેગ આપવો અને (2) અપતટીય અને તટવર્તી પવન ઊર્જા (ઓફશોર અને ઓનશોર વિન્ડ એનર્જી)ને મુખ્ય પ્રવાહમાં લાવવી, જેવા વિષયોને આવરી લેવામાં આવશે. એ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજન સાથે દિવસનું સમાપન થશે.

જ્યારે, 17મી સપ્ટેમ્બરે, ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છઊ-ઈંક્ષદયતાિં  2024 સમિટમાં મુખ્ય સંબોધન કરશે. તેઓ પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટના વિસ્તરણ માટે ગુજરાતની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. તેઓ દેશના ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટેના લક્ષ્યોને સમર્થન આપવામાં ગુજરાતની ભૂમિકા પણ દર્શાવશે. આ સત્ર ગુજરાતની નીતિઓ અને સ્વચ્છ ઊર્જામાં રોકાણની તકોની વ્યાપક સમજ આપશે ત્યારબાદ સમગ્ર ભારતમાં નવીનીકરણ ઊર્જાનું ભૌગોલિક વિસ્તરણ અને ઉભરતી તકનીકો જેવા વિષયોને પણ આવરી લેવામાં આવશે. આ દિવસે પ્લેનરી સત્ર અને ત્યારબાદ સંસાધન કાર્યક્ષમતા, બાયોએનર્જી અને ક્ષમતા નિર્માણ પર સમાંતર સત્રો પણ યોજાશે. આ ઉપરાંત, એક ઉચ્ચ સ્તરીય ઈઊઘ રાઉન્ડ ટેબલ અને ઊર્જા ક્ષેત્રે સંક્રમણમાં મહિલાઓની ભૂમિકા પર એક સત્ર યોજાશે.

વડા પ્રધાનના કાર્યક્રમને પગલે વસ્ત્રાપુર આસપાસના અનેક રસ્તાઓ  બંધ રહેશે

અમદાવાદ,તા.13 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 16મી સપ્ટેમ્બરને સોમવારના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  પોલીસે બે હજારથી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સાથે  વસ્ત્રાપુર અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દૂરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. જ્યારે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

આ ઉપરાંત,આગામી 1%મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સાથોસાથ શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલુસ પણ આયોજીત હોવાથી શહેરમાં કોઇ છમકલું ના થાય તે માટે  12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024