કાયરતાપૂર્ણ
કૃત્ય ભારતને ડગાવી નહીં શકે : મોદી
ટોરન્ટો,
તા.પ : કેનેડામાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરી ત્યાં રહેલા ભાવિકો
સાથે મારપીટ કરી હતી. જેના વિરોધમાં બહોળી સંખ્યામાં ભારતીયોએ રસ્તા ઉપર ઉતરી વિરોધ
પ્રદર્શન કર્યું હતું.
દરમિયાન
કેનેડા સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર
પ્રતિક્રિયા આપતાં મંદિર ઉપર હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી કહ્યંy કે, આવાં કૃત્ય ભારતના
સંકલ્પોને ક્યારેય ડગાવી નહીં શકે. કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદો વ્યવસ્થાનું
શાસન કાયમ કરશે તેવી અમે આશા રાખીએ છીએ.
ગ્રેટર
ટોરન્ટો ખાતે હજારો ભારતીયો રસ્તા ઉપર ઉતર્યા અને મંદિર ઉપર હુમલાનો વિરોધ વ્યક્ત કર્યો
હતો. ખાલિસ્તાન સમર્થકોના વિરોધમાં ભારતીયોએ રેલીનું આયોજન કર્યું હતું. આશરે પ હજાર
જેટલા ભારતીય-કેનેડાઈ વિરોધમાં આગળ આવ્યા હતા. રેલી દરમિયાન ભારે સુરક્ષા બંદોબસ્ત
મુકાયો હતો. મંદિરની સામેનો રસ્તો બંધ હોવાથી તેમણે દરવાજાની બહાર પ્રદર્શન યોજ્યું
હતું. સ્થાનિક પોલીસે ભારત વિરોધી વલણ ચાલુ રાખતાં વિરોધ પ્રદર્શનને ગેરકાયદે સભા જાહેર
કરી હતી.
કેનેડાના
બ્રૈમ્પ્ટન શહેરમાં રવિવારે હિંદુ મહાસભાનાં મંદિરને કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું હતું
અને મંદિરમાં રહેલા ભાવિકો સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો વાયરલ થતાં ભારતીય સમુદાયમાં
રોષ ભભૂકી ઉઠયો છે. ભારત સરકારે માગ કરી છે કે હુમલાખોરો વિરુદ્ધ તુરંત કેસ ચલાવવામાં
આવે અને ભારતીય મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. વિદેશ મંત્રાલયે કેનેડા સ્થિત
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.