ચાર મહિનાના નીચા સ્તર 2.05 ટકાએ આવી: આંકડા જાહેર
નવી
દિલ્હી, તા.15 : દેશમાં મોંઘવારીના મોરચે રાહતના સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ
મોંઘવારી ઘટીને 2.05 ટકા પર આવી છે. આ ચાર મહિનાનું નીચું સ્તર છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં
જથ્થાબંધ મોંઘવારીનો દર 2.38 ટકા રહ્યો હતો એમ આજે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં
જણાવવામાં આવ્યું હતું. જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઈ) આધારિત મોંઘવારી વાર્ષિક
ધોરણે જોકે વધી છે. માર્ચ-2024માં તે 0.26 ટકા રહી હતી. રોજિંદી વસ્તુઓના ભાવમાં ઘટાડો
થવાથી મોંઘવારીમાં ઘટાડો જોવાયો છે એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આંકડા જાહેર કરતાં
જણાવ્યું હતું. જથ્થાબંધ મોંઘવારીમાં ઉત્પાદિત વસ્તુઓની હિસ્સેદારી 63.75 ટકા, ખાદ્યની
હિસ્સેદારી 22.62 ટકા, ઈંધણ અને ઊર્જાની ભાગીદારી 13.15 ટકા હોય છે. ઉત્પાદિત વસ્તુઓના
ભાવ ઉપર-નીચે થવાથી સૌથી વધુ અસર મોંઘવારી દર પર પડતી હોય છે.
રોજિંદી
જરૂરતના સામાનોની મોંઘવારી 2.81 ટકાથી ઘટીને 0.76 ટકા થઈ હતી.