• શનિવાર, 19 એપ્રિલ, 2025

245 ટકા ટેરિફ : ચીન પર ટ્રમ્પનો નવો હુમલો

અચાનક 100 ટકાનો વધારો : ચીન બોલ્યું, અમે ટ્રેડ વોરથી ડરતાં નથી

વોશિંગ્ટન, તા.16 : આખી દુનિયાની ચિંતા વધારતા અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલી ટેરિફ વોર દિવસેને દિવસે વધુ ભીષણ બની રહી છે. વધુ એક પગલામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફમાં વધુ 100 ટકાનો વધારો ઝીંકતા ટેરિફનો કુલ દર ર4પ ટકાને આંબી ગયો છે. સામે પક્ષે ચીને અમેરિકા પર લગાવેલા ટેરિફનો દર 1રપ ટકા છે. ચીને હુંકાર ભર્યો છેકે અમેરિકા સાથે ટ્રેડ વોરથી તે ડરતું નથી.

અમેરિકામાં આયાત થતી ચીની ચીજો પરહવે અધધ ર4પ ટકા ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પના નવા એલાન વચ્ચે ચીન સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે હવે અમેરિકા દ્વારા લગાવવામાં આવનારકોઈ પણ વધારાની ટેરિફના જવાબમાં ટેરિફ વધારશે નહીં.

અમેરિકાએ ચીન પર કુલ ર4પ ટકા ટેરિફ લગાવ્યાનો ખુલાસો વ્હાઈટ હાઉસની ફેકસ સીટથી થયો છે. વ્હાઈટ હાઉસે મંગળવારે મોડી રાત્રે જાહેર કર્યુ કે આ નિર્ણય બેજિંગ દ્વારા તાજેતરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ અને ટેરિફના જવાબમાં લેવાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આવા નિર્ણય બાદ ચીને બંન્ને દેશ વચ્ચે વાતચીત થવા પર ભાર મૂકયો છે. જો કે અગાઉ ટ્રમ્પ કહી ચૂકયા છે કે વાતચીતની શરૂઆત ચીને કરવી પડશે. ચીને કહ્યું  કે ટેરિફ વોરની શરૂઆત અમેરિકાએ કરી છે. અમારા પગલાં સંપૂર્ણ રીતે તાર્કિક અને કાનૂની છે. અમે આંતરરાષ્ટ્રીય વેપારમાં ઈમાનોદારી જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. 100 ટકા ટેરિફ વધારા પહેલા ચીને અમેરિકી વિમાન નિર્માતા બોઈંગ પાસેથી નવા વિમાનો-સ્પેર પાર્ટસની ખરીદી અટકાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક