પેરિસમાં
સંપન્ન થયેલા પેરાલિમ્પિક્સમાં ભારતે સોનેરી ઇતિહાસ રચ્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં
ભારતે પોતાનું અભિમાન સાત સુવર્ણ, નવ રજત અને 13 કાંસ્ય સહિત 29 ચંદ્રકો મેળવી પૂર્ણ
કર્યું છે. પેરાલિમ્પિક્સમાંના ઇતિહાસમાં ભારતની સર્વોત્તમ કામગીરી છે. રિઓ અૉલિમ્પિક
2016માં ભારતને ફક્ત ત્રણ ચંદ્રકો મળ્યા હતા.
આ જ દરમિયાન પેરાલિમ્પિક્સમાં ભારતે બે સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા હતા,
ત્યારથી સૌનું લક્ષ આ રમતો પર હતું. 2016માં
પ્રથમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓની મુલાકાત લીધી હતી.
ત્યાં સુધી દેશમાં દિવ્યાંગોના સક્ષમીકરણ માટે સુગમ્ય અભિયાન પણ શરૂ થયું હતું. લોકો
દિવ્યાંગોને સમાન દૃષ્ટિથી જોતા હતા અને વિશેષ રેમ્પ અને સ્વચ્છતાગૃહો સુધી પેરા-ખેલાડીઓની
સ્ટેડિયમ સુધી પહોંચ વધી હતી.
છ અૉલિમ્પિક
રમતોમાં ભારત ચોથા સ્થાને રહ્યું છે પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કરેલી કામગીરી જ અૉલિમ્પિકમાં
જિતાડી શકે છે. જોકે અનેક ખેલાડીઓનું કહેવું છે કે જેમ સ્પર્ધા નિકટ આવતી જાય છે, તાણનો
અનુભવ થાય છે, ઊંઘ ઓછી આવે છે. તેને લઈ માનસશાત્રીય કોચિંગની આવશ્યક્તા છે, જેની અહીં
ઊણપ છે. આ બધા પર ધ્યાન આપવામાં આવે તો આપણા પેરા ખેલાડીઓ વધુ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી
શકે છે. પેરાએથ્લીટમાં મુરલીકાંત પેસરએ પેરાલિમ્પિક ગેમ્સમાં 1972માં ભારતને પહેલો
મેડલ અપાવ્યો હતો, જેના જીવન પર હાલમાં ‘ચંદુ ચૅમ્પિયન’ ફિલ્મ
પણ આવી છે.
પેરાલિમ્પિકમાંની
ભારતની કામગીરી એટલી બધી નેત્રદીપક રહી છે કે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન મનસુખ માંડવિયાએ
કહ્યું છે કે ભારત 2030માં થનારા યુવા અૉલિમ્પિક માટે બોલી બોલવા તૈયાર છે, જે
2036માં થનારા અૉલિમ્પિક રમતોની યજમાની હાંસિલ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું રહેશે.
ભલે ભારતને અૉલિમ્પિકમાં શક્તિશાળી બનવામાં સમય લાગે, પણ પેરાએથ્લીટોની અભૂતપૂર્વ કામગીરી
પછી દેશ નિશ્ચિત રૂપથી પેરાલિમ્પિકમાં એક શક્તિ બનીને બહાર આવ્યો છે.