તેલ અવીવ જતી ફ્લાઇટની ઘટનાની ચર્ચા હજી આખી દુનિયામાં છે. ભારતના સ્મિત મચ્છરના તો અછોવાના થઈ રહ્યા છે. આ યુવાન વિશ્વમાનવ બની ગયો પરંતુ જેમ જેમ આ બનાવની વિગતો ખૂલી રહી છે તેમ અનેક દુ:ખદ આશ્ચર્ય પણ સામે આવી રહ્યા છે. આતંકવાદીઓ કઈ કક્ષાએ જઈ શકે તે કંઈ નવી વાત રહી નથી. જે કટ્ટર લોકોએ અમેરિકા જેવી મહાસત્તાના ટ્વીન ટાવરમાં વિમાન ઘૂસાડી દીધા હોય, જે અધમ માનસિકતાવાળા લોકોએ પ્રવાસ માટે આવેલા નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હોય કે જેમણે સૈનિકોના પણ માથાં વાઢયાં હોય તેમની ક્રૂરતા તો હવે વિશ્વ સામે ઊઘાડી પડી ગઈ છે.
છેલ્લે
જે બન્યું તે પરાકાષ્ઠા સમાન છે. આતંકી હુમલાઓના બનાવની તો મોટી પરંપરા દુનિયાએ જોઈ
છે. માણસોના જીવ લેવા માટે આ લોકો કેટલી હદે પોતાના જીવ પણ આપી જે છે તેના અનેક દ્રષ્ટાંત
છે પરંતુ આ વિમાનમાં જે થયું તેનાથી આતંકની આક્રમતાનો અત્યંત વરવો ચહેરો દુનિયાએ જોયો.
સ્મિત મચ્છરે જે સંવાદ ઈઝરાયલના વડા બેન્જામિન નેતન્યાહુ સાથે કર્યો તેમાં તેણે આખી
ઘટનાનું વર્ણન કર્યું છે. તેમણે કહ્યું કે આવી ફ્લાઇટમાં ઘણી વાર સ્ટાફ નમાજ પઢતો હોય
છે. મારા કો પાયલટે પણ એ જ શરૂ કર્યું હતું. મારું ધ્યાન તો સામે હતું. અચાનક તેણે
પાછળથી પ્રહાર કર્યો.
સ્મિતને
તો એમ કે તે કો-પાયલટ પવિત્ર કામ કરી રહ્યો છે, પરંતુ તેનો ઈરાદો તો સાવ જુદો નીકળ્યો.
આમાં માણસને માણસ ઉપર વિશ્વાસ કેમ રહે? આ ઘટના બની તે પછીના ત્રીજા દિવસે સોશિયલ મીડિયા
ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મુસલમાન જેવા દેખાતા એક વ્યક્તિ એવું બોલે છે કે
આમ ને આમ ચાલતું રહેશે તો લોકો હવે પાયલટનાં નામ વાંચીને-જોઈને પોતાની ટિકિટ કેન્સલ
કરી નાખશે. આ મુદ્દો ભલે સામાન્ય લાગે પરંતુ અગત્યનો છે. વિમાનમાં આતંકવાદીઓ ઘૂસી જાય,
તે વિમાનને હાઇજેક કરે તેવી ઘટના તો બની છે પરંતુ પાયલટ પોતે જ આતંકી સંગઠન સાથે સંકળાયેલા
હોય અને ઊંચાઈ પર પોત પ્રકાશે તે જવલ્લે બનતી ઘટના છે.
વિમાનના
મુસાફરો કે અન્ય કોઈ પણ સેવા લેનારા સામાન્ય નાગરિકો, યાત્રીઓ કે ગ્રાહકો ક્યાંય પણ
જાય ત્યારે એક ભય તેને રહે કે સામે ઊભેલા કોઈ વ્યક્તિમાં કોઈ આંતકવાદી તો છૂપાયો નહીં
હોય ને, ફ્લાય દુબઈએ તેલ અવીવ જતી ફ્લાઇટ રોકી લીધી છે પરંતુ આવું ક્યાં સુધી ચાલશે
? લોકોએ ફફડતા હૈયે મુસાફરી કરવી પડશે. ડર તો રહેશે કારણ કે કોઈ પણ ફ્લાઇટમાં આતંકવાદી
કો-પાયલટ અલ કાયદા જેવાં સંગઠનો મોકલી શકશે. દરેક ફ્લાઈટમાં સ્મિત મચ્છર થોડા હશે ?