નવી દિલ્હીના જંતરમંતર ખાતે જેન-ઝીના નેતા અભિજિત દીપકેના આંદોલન - સંગ્રામ પછી દીપકેએ જંતરમંતર - ટૂની ધમકી આપી છે અને તે પહેલાં મુંબઈના શિવાજી પાર્ક ખાતે ‘ટ્રેઇલર’ યોજાયું. બીજી અૉકટોબરે જંતરમંતર ખાતે આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષોના કાર્યકરોએ પોલીસ કોર્ડન તોડીને આગળ વધવાના પ્રયાસ કર્યા ત્યારે દિલ્હી પોલીસે કેટલાક નેતાઓને પકડીને - ઉઠાવીને બસમાં બેસાડયા. પોલીસે રોકેલી કેટલીક બસમાં ટાયર પંચર કરવામાં આવ્યાં પણ પોલીસનું ‘ઍક્શન’ સંયમિત હતું.
દિલ્હીની
રૅલીમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પણ હાજર ન હતા, સામેલ પણ થયા નહીં અને મુંબઈમાં
અભિજિત કેવો દેખાવ કરે છે તે જોવાનું હતું તેથી કોઈ રાજકીય નેતા આવ્યા નહીં પણ અભિનેતા
આવ્યા. શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ આવ્યાં અને દીપકેને ભેટયા. બંનેએ એકમેકને ‘ચાહક’
કહીને બિરદાવ્યા. મુખ્ય પ્રધાન ફડણવીસે પોલીસને સંયમ રાખવાની સલાહ આપી હતી. દીપકેએ
પણ મુંબઈ પોલીસની પ્રશંસા કરી. આ સંજોગોમાં મામલો શાંત હતો અને મુંબઈકરે પણ રાહતના
શ્વાસ લીધા.
બીજી
બાજુ મુંબઈ પોલીસે મનાઈ ફરમાવી હોવા છતાં સાંજે ચાર વાગ્યાની મિટિંગ માટે બપોરે બે
વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. મુખ્ય પ્રધાન ફડણવીસે પોલીસને સૂચના આપી હતી કે લોકશાહી
ઢબે આંદોલન થાય તો વાંધો નથી. બળપ્રયોગ કરવાની જરૂર નથી અને એમ જ થયું. અભિજિત દીપકેએ
મુંબઈ પોલીસને વખાણી, પીઠ થાબડીને કહ્યું - ઓજી યૂકી કુચ્ચૂ-પુચ્ચૂ - મુંબઈ પોલીસની
પ્રશંસા દુનિયાભરમાં થાય છે એમ પણ કહ્યું!
હકીકતમાં
મહારાષ્ટ્ર સરકાર સાવધાન છે કે દિલ્હીના જંતરમંતરવાળી મુંબઈમાં થાય નહીં. અત્યારે મહારાષ્ટ્રભરમાં
દુષ્કાળની સ્થિતિ છે, પરીક્ષામાં ચોરીના પ્રશ્ને વિદ્યાર્થીની આત્મહત્યા અને બીજી બાજુ
પેપર ચોરીનો વિવાદ છે. જરાંગે પાટીલ મરાઠા અનામત આંદોલનની ધમકી આપી રહ્યા છે ત્યારે
નવો મોરચો ખોલવાની તૈયારી નથી.
અભિજિત
દીપકેએ પણ છત્રપતિ શિવાજી મહારાજ અને આંબેડકર સાહેબને યાદ કર્યા, ગાંધીજીને યાદ કર્યા
અને કહ્યું - અહીં સામે બેઠેલા એક એક જણ ગાંધી (નો અવતાર - અનુયાયી) છે. ફડણવીસ મને
ત્રણ દિવસ નહીં, ત્રણ મહિના માટે જેલમાં મૂકે તો પણ હું પાછો આવીશ.
મુખ્ય
ચૂંટણી કમિશનરને ‘ગ્યાન્’ગો કહીને મજાક ઉડાવાઈ. ‘ગ્યાન્ નહીં જાય તો નંદૂએ જાવું પડશે.’
એમ કહીને દીપકેએ લડતનો વ્યૂહ અને લક્ષ્યની જાહેરાત કરી દીધી છે. હવે એમની લડત રાજકીય
છે - પેપર લીક નહીં, યુવાવર્ગના મતાધિકારની લડત છે.