• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: પ્રભુદાસભાઈ ધનજીભાઈ વાઢેરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 578મું ચક્ષુદાન થયેલ છે.

નવાગઢ (જેતપુર): સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બાલકૃષ્ણભાઈ (બનાભાઈ) અનિરૂદ્ધભાઈ દવે (ઉ.61) તે રોહીતભાઈના નાનાભાઈ, તે વૈશાલી, પાર્થના પિતાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 6, પાદરીયા સમાજની વાડી, નવાગઢ ચોકડી પાસે, નવાગઢ છે.

બગસરા: બ્રહ્મક્ષત્રિય પુષ્પાબેન ચમનલાલ નિર્મળ (ઉ.75) તે ભોવાનભાઈ, પ્રભુદાસભાઈ, નટવરલાલ તથા રમણીકલાલના બહેનનું તા.16ના ગોંડલ મુકામે અવસાન થયું છે. સાદડી તા.19ના સાંજે 5 થી 6, બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની જુની વાડી, ખત્રીવાડ, બગસરા છે.

રાજકોટ: નિતિનભાઈ તુલસીદાસ સવાણી (ઉ.61) તે સ્વ.તુલસીદાસ વિઠલદાસ સવાણી (વાજાવાળા)ના પુત્ર, તે પ્રદિપભાઈ તુલસીદાસ સવાણીના મોટાભાઈ તથા રાહુલ, રિદ્ધિ, પુજાના પિતાશ્રી તથા સ્વ.લવજીભાઈ ભગવાનજીભાઈ સોઢાના જમાઈ, તે દિનેશભાઈ, રમણીકભાઈ, અશોકભાઈના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 5, હુડકો ક્વાટર, એ-19, કોઠારીયા મેઈન રોડ, માનવધર્મની સામેની શેરી, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: લવજીભાઈ રામજીભાઈ પાનસુરીયા તે ભરતભાઈ, પ્રવિણભાઈના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું સાતોદડમાં તા.19ના શનિવારે સવારે 8 થી 10, સાતોદડ ગામે રાખેલ છે.

રાજકોટ: ચમારડી નિવાસી હાલ રાજકોટ ઔ.સાડાચારસો બ્રાહ્મણ હરેશભાઈ સુખદેવભાઈ ત્રિવેદી તે સ્વ.સુખદેવભાઈ ગોપાલજી ત્રિવેદીના પુત્ર, તે ધીરજબેન સુરેશભાઈ યાજ્ઞિક અને દેવીબેન બકુલભાઈ જાનીના ભાઈ, તે પાર્થના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 3-30 થી 6, શરણેશ્વર મહાદેવ મંદિર, શિવનગર, માલવીયા કોલેજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ છે.

મોરબી: ખેવારીયા નિવાસી હાલ મોરબી જીકુંવરબા મનુભા ઝાલા (ઉ.97) તે સ્વ.મનુભા રાહુભા ઝાલાના પત્ની, તે સ્વ.રામભા રાહુભાના ભાભી, તે સ્વ.પ્રવિણસિંહ, રઘુવીરસિંહના માતુશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6, સ્ટેશન રોડ, શેરી નં.3 સામે, સુરજબાગ પાસે, મોરબી છે.

રાજકોટ: ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ.કાંતિલાલ ઉમેદલાલ શાહના પુત્ર પિયુષકુમાર (ઉ.60) તે ભરતભાઈ, નયનાબેન શેઠ (જૂનાગઢ)ના નાનાભાઈ, તે સ્વ.ભુપતભાઈ, સ્વ.ચીમનભાઈ, સ્વ.હસમુખભાઈ, જગદીશભાઈના ભત્રીજા, તે સ્વ.િકશોરભાઈ મથુરાદાસ કોઠારીના જમાઈ, તે નિધી, કરણના પિતાશ્રી, તે જીનેશકુમાર રજનીકાંત દોશીના સસરાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 10-30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, સદર સ્થાનકવાસી, જૈન ઉપાશ્રય, 17 પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

ગોંડલ: લલીતભાઈ ધરમશીભાઈ વસોયા તે પાર્વતીબેનના પતિ, તે ધનજીભાઈના ભાઈ, તે શૈલેષભાઈના પિતા, તે રીધમના દાદા, તે રાજેશકુમાર પેથાણીના સસરાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ, ગોંડલ છે.

બાબરા: સ્વ.રમેશચંદ્ર સુંદરજીભાઈ વોરા બાબરાવાળાના પત્ની નલિનીબેન (ઉ.76) તે સ્વ.મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, લલીતભાઈના ભાભી, તે વિપુલભાઈ, ઉર્વીશભાઈ તથા પારૂલબેન, સોનાક્ષીબેન, નીતાબેનના માતુશ્રીનું તા.17ના ઘાટકોપર મુંબઈ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 6, ઘાટકોપર મુકામે છે.

ગોંડલ: વાટલીયા પ્રજાપતિ રેખાબેન પ્રેમજીભાઈ નારીગરા (ઉ.55) તે કેતનભાઈ, ધર્મેન્દ્રભાઈના મોટા બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, મહેતા ભવન, નાનીબજાર, જૈન દેરાસર, ડો.બી.ઓ.દોશીના દવાખાના સામે ગોંડલ છે.

રાજકોટ: નિર્મળાબેન રસિકભાઇ નિર્મળ (ઉં.72) તે રસિકભાઇ દેવચંદભાઇ નિર્મળ (મૂળ જૂનાગઢ નિવાસી)ના પત્ની વિપુલભાઇ, સ્વ. હીનાબેન, કિરણબેન, નિશાબેનના માતુશ્રી મિહિરના દાદીમાં, રૂપલબેનના સાસુ, ઉપલેટા નિવાસી, સ્વ. રતિલાલ રણછોડદાસ કાછેલાના પુત્રીનું તા.18ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા 19ને શનિવાર સવારે 9 કલાકે શિવમ એપાર્ટમેન્ટ ફલેટ નં.102 ગોકુલ મથુરા વાળી શેરી, 150 ફૂટ રીંગ, રાજકોટ નિવાસસ્થાનેથી રૈયાધાર સ્મશાને જશે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.19ના શનિવારે સાંજે 4-30 થી 5-30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

જસદણ: દશા મોઢ માંડલીયા વણિક પ્રવીણચંદ્ર નટવરલાલ જીવાણી (ઉં.64) તે દીપેનભાઇ જીવાણી તથા રવિભાઇ જીવાણીના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે.

રાજકોટ: ધંધુકાના ઉચડી ગામના વતની હાલ રાજકોટ ખમાબા ભરતસિંહ ચુડાસમા (ઉં.61) તે રાજેન્દ્રસિંહ તથા ઋષિરાજાસિંહના બહેનનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.21ને સોમવારે સવારે 9 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર શહીદ ભગતસિંહ ગાર્ડન પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક