• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

avsan nondh

ગઢડા : સુરેશભાઈ લાવડિયાનું અવસાન

ગઢડા (સ્વામીના) : ગઢડા (સ્વામીના) સ્થિત આહીર સમાજના યુવાન અને માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા સુરેશભાઈ હરસુરભાઈ લાવડિયા (ઉં.45)નું અવસાન થયું છે. ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય, સામાજિક અને ખેડૂત વેપારી સહીત તમામ લોકો સાથે ધરોબો ધરાવતા યુવાનના અવસાન પરત્વે ગઢડા શહેરમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા તેમજ ઢસા સબ યાર્ડ ખાતે વેપારી એસોસીએશન તથા કર્મચારી મંડળ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરી શોકાંજલિ પાઠવવામાં આવી હતી.

ચક્ષુદાન

રાજકોટ: દર્શિતા ધનેશભાઈ શાહ તે ડી.ડી.શાહ (િનવૃત્ત એસબીઆઈ-જામનગર) અને કિરણબેનની પુત્રી, કાર્તિકભાઈની બહેન, ભરતભાઈ અને ભુપેશભાઈ મનહરલાલ માટલિયા (મોરબી)ની ભાણેજ તેમજ દિપ્તીબેન જીતેન્દ્રકુમાર મહેતાની ભાણેજનું તા.21ને સોમવારે અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.22ને મંગળવારે સવારે 10થી 12 છે. લૌકિક ક્રિયા બંધ છે. દર્શિતાબેન શાહનું અવસાન થતા પરિવારની ઇચ્છા અનુસાર અને જૈન સોશિયલ ગ્રુપનાં પૂર્વ પ્રમુખ હર્ષદ મહેતાની પ્રેરણાથી મુકેશ દોશી અને વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી અને જૈન સોશિયલ ગ્રુપનાં આશ્રય કમિટી, આઇ ડોનેશન ડ્રાઇવનાં ઉપેન મોદી તથા ભાવનાબેન મંડલી દ્વારા ચક્ષુદાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: હરેશભાઇ મુળજીભાઇ પટેલનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 579મું ચક્ષુદાન અને ઓકટોબર મહિનામાં પાંચમું ચક્ષુદાન છે.

ચક્ષુદાન

ધોરાજી: નરશીભાઇ કડવાભાઇ સોજીત્રાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજીની સરકારી  હોસ્પિટલને 307મું ચક્ષુદાન મળ્યું છે.

મોરબી: મોરબી નિવાસી (મૂળ ધ્રાંગધ્રા) સ્વ.રતિલાલ માણેકચંદ સંઘવીના પુત્ર રજનીકાંત (ઉં.86) તે આશિષભાઈ સંઘવી, કેતનાબેન શાહ, દર્શનાબેન વારિયા, મીરાબેનના જૈનના પિતા, તે સ્વ.ઈન્દુભાઈ તથા સ્વ.અરવિંદભાઈના ભાઈ તેમજ રીપેન અને અનેરીના દાદાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ને મંગળવારે બપોરે 3-30 કલાકે તેમજ પ્રાર્થનાસભા બપોરે 4 કલાકે સ્કાય મોલ, તુલીપ બેન્કવેટ, બીજા માળે, શનાળા રોડ, મોરબી-રાજકોટ હાઈવે, મોરબી ખાતે રાખેલ છે.

પોરબંદર: કુંદનબેન (ઉં.66) તે મહેન્દ્રભાઈ કાનજીભાઈ પોપટના પત્ની, તે વિશાલભાઈ, જિજ્ઞાબેન અને પૂજાબેનના માતુશ્રી, તે સ્વ.પ્રભુદાસ ધરમસી લાખાણીના પુત્રીનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા.23ને બુધવારે 4-15થી 4-45 પોરબંદર લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત રાખેલ છે.

મોરબી: ચા.મ.મોઢ બ્રાહ્મણ ચિંતનભાઈ એ.પંડયા (ગામોટ પંડયા)(ઉં.46) તે સ્વ.અનિલકુમાર જીવણલાલ પંડયાના પુત્ર તથા પ્રવીણભાઈ, સ્વ.કમલનયનભાઈ, રાજુભાઈ, અશોકભાઈના ભત્રીજા તથા જગન્નાથભાઈ જી.િત્રવેદી (ભાવનગર)ના ભાણેજ તથા મનનભાઈ, મીરાબેન મનીષકુમાર ત્રિવેદી (વાંકાનેર)ના ભાઈનું તા.20ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.24ને ગુરુવારે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસાર પ્લોટ 10-11, મોરબી મુકામે સાંજે 4થી 5-30 છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક