• રવિવાર, 13 જુલાઈ, 2025

avshan nodh

ચક્ષુદાન

જામનગર: સ્વ. ભગવાનદાસ મગનલાલ મેતાના પત્ની, લલીતાબેન (ઉં.93) તે સ્વ. જયેન્દ્રભાઇ, જયેશભાઇ, ભાવનાબેન તથા જયમાલાબેનના માતુશ્રી, અલ્કાબેન અને સુબોધભાઇ વારીઆના સાસુ, કાજલ અને કરણના દાદી, સ્વ. હેમતલાલ રવજીભાઇ મેતાના દીકરી, સ્વ. ઇન્દુબેન, દિનેશભાઇ, વિરેન્દ્રભાઇ, હરીશભાઇ તથા સ્વ. અશ્વિનભાઇના મોટા બહેનનું તા.11ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુનું દાન કરેલ છે.

જામજોધપુર: જ્યોતિબેન રાજેન્દ્રભાઈ સુચક તે સ્વ.ભીખાલાલ કરશનદાસ રાજાણી, સ્વ.કુમારભાઈ, સ્વ.વિનોદરાય, સ્વ.કાન્તાબેન વેણીભાઈ ગણાત્રા, ભરતભાઈ, કીરીટભાઈ, હસમુખરાય તેમજ શીતલબેન બાલક્રિષ્ન રાડીયાના બેનનું તા.11ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.14નાં સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, જામજોધપુર છે.

રાજકોટ: મુળ હળવદ નિવાસી હાલ રાજકોટ વાસુદેવભાઈ ગણપતરામ જાની (ઉ.89) તે દિલીપભાઈ, પ્રદીપભાઈ, અશોકભાઈના પિતાશ્રી, મિત, દેવર્ષના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.14ના સાંજે 4.30 થી 6.30 હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, સરદારનગર મેઈન રોડ, એસ્ટ્રોન ટૉકીઝ ચોક, રાજકોટ છે.

પોરબંદર: દિલીપભાઈ જયંતીલાલ પરીખ (ઉ.7ર) તે સ્વ.જયંતીલાલ વસંતરાય પરીખના પુત્ર, પ્રવીણભાઈ, અનીલભાઈ, કોકીબેન કૌશિકભાઈ મણીયાર (ભાવનગર), સ્વ.જ્યોત્સનાબેન અરવિંદભાઈ ગાંધીના ભાઈ તથા પ્રતીકભાઈ અને ધરા કેતનભાઈ દોશી (રાજકોટ)ના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે.

વાંકાનેર: હેમીબેન મોહનભાઈ (ઉ.98) તે ગોપાલભાઈ, સ્વ.બચુભાઈ, સ્વ.લક્ષ્મણભાઈ, ધનજીભાઈ તથા ચંદુભાઈના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે 4 થી 6 કડીયા કુંભારની વાડી, રામજી મંદિર, દિવાનપરા વાંકાનેર છે.

મુંબઈ: વડસરવાળા સ્વ.દમયંતીબેન વાલજી મેઘજી કામાણીના પુત્ર ચંદ્રકાંત (ઉ.83)નું તા.11મીના અવસાન થયું છે. તે સ્વ.સુનીતાબેનના પતિ, જ્યોત્સના કનૈયા ચંદેના પિતા, સ્વ.જયાબેન લીલાધર કોઠારી, સ્વ.ઇન્દિરાબેન અર્જુનકુમાર કાંઠ, સ્વ.અશોકભાઈના ભાઈ, સ્વ.ત્રિકમદાસ વેલજી ઠક્કરના જમાઈ થાય. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 13મીને રવિવાર સાંજે પ.30 થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આરઆરટી રોડ, મુલુંડ (પ) છે. લૌ.વ્ય.બંધ છે.

નવાગામ: મુળ નરમાણા હાલ રાજકોટ ઈન્દુબેન રમણીકલાલ તન્ના (ઉ.80) સતીશભાઈ, સંજયભાઈ તન્નાના માતુશ્રી, મનસુખભાઈ નંદલાલ ખંધેડિયા (જૂનાગઢ), રમેશભાઈ (રાજકોટ), સ્વ.નવિનભાઈ (નવાગામ), ભરતભાઈ (રાજકોટ)ના બહેનનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણુ તા.14નાં બપોરે 4 થી પ સુધી એ/1101 સોપાન લકઝરિયા, ડ્રિમ સિટી નજીક, રૈયા રોડ પાછળ આલાપ ગ્રીન સિટી, ધરમનગર, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જગદીશચંદ્ર કાંતિલાલ ભટ્ટ (ઉં.84) ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ (રાજકોટ) તે જીજ્ઞાસાબેન, મેહુલભાઈ, નિકુંજભાઈના પિતાશ્રી, કૃણાલભાઈ દવેના સસરા, દિનેશભાઈ, રમેશભાઈ, પ્રકાશભાઈ, ભાસ્કરભાઈ, રંજનબેનના ભાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણુ તા.14ના બપોરે 4 થી 6 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, 1પ0 ફૂટ રિંગરોડ, રાજબેંક પાછળ, રાજકોટ છે.

 

રાજકોટ નાગરિક બેન્કના કર્મચારી સ્વ. ધર્મેશભાઇ ટાંકના પત્ની તેજલબેનનું અવસાન

રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી સ્વ. ધર્મેશભાઇ ટાંકના પત્ની, તેજલબેન ધર્મેશભાઇ ટાંક (ઉં.46) તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારૂતિ વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ જૈમિનભાઇ ધર્મેશભાઇ ટાંક, હેત્વીબેન ધર્મેશભાઇ ટાંકના માતુશ્રી, મુકુંદભાઇ પ્રાણલાલ ટાંક અને રશ્મિબેનના ભાભીનું તા.11ના અવસાન થયું છે. બેસણું: તા.14નાં સાંજે 5થી 6 ‘દેવી હોલ’, જંક્શન સ્ટેશન રોડ, પોપટરાના નાલાની સામે, રાજકોટ છે. ઉત્તરક્રિયા રાખેલ નથી. મો.97145 15545.

ઇ-પેપરના નવા શુલ્ક