લંડન, તા.1ર : લોર્ડસ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી કપિલ દેવના રેકોર્ડથી આગળ નીકળી નવો ઈતિહાસ રચવા છતાં ભારતના સ્ટાર ખેલાડીએ ખાસ કોઈ ઉજવણી કરી ન હતી. તેના ચહેરા પર ખુશીના હાવભાવ ન દેખાયા.
જસપ્રીત
બુમરાહે પાંચમી વિકેટ જોફ્રા આર્ચરની ઝડપી તો તેના ચહેરા પર કોઈ ખુશી ન હતી. તેનો આવો
અંદાજ જોઈ ઘણાંને આશ્ચર્ય થયું અને તે કેમ ઈતિહાસ રચ્યો હોવા છતાં શાંત રહ્યો ? તેવો
સવાલ ઉઠાવવા લાગ્યા. મેચ પૂરો થયા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં બૂમરાહે ખુલાસો કર્યો
કે ખરેખર તો હું ખુબ થાકી ગયો હતો. કોઈ ખુશીવાળી વાત ન હતી. મેં મેદાન પર લાંબો સમય
બોલિંગ કરી અને કયારેક થાકી જાઉ છું. હવે હું ર1-રર વર્ષનો નથી કે વધુ ઉછળકૂદ કરું.
હું સામાન્ય રીતે તેવો નથી. હું ખુશ હતો કે મેં યોગદાન આપ્યું. જે સિવાય હું મારી જગ્યાએ
જવા ઈચ્છતો હતો અને આગામી દડો નાંખવા ઈચ્છતો હતો.