• રવિવાર, 13 જુલાઈ, 2025

વિમ્બલ્ડન : આજે ખિતાબી મુકાબલો

લંડન, તા.1ર : વિમ્બલ્ડન ર0રપના પુરુષ એકલનો ફાઈનલ મુકાબલો રવિવારે કાર્લોસ અલ્કરાજ અને યાનિક સિનર વચ્ચે થશે. સ્પેનનો ખેલાડી કાર્લોસ અલ્કરાજ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મેન્સ સિંગલ્સમાં સતત ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યો છે અને તેની પાસે ખિતાબની હેટ્રિક સર્જવાની તક છે. ગઈકાલના પહેલા સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કરાજનો અમેરિકાના પાંચમા ક્રમના ખેલાડી ટેલર ફિટ્જ વિરુદ્ધ 6-4, પ-7, 6-3 અને 7-પથી વિજયી થયો હતો. 

બીજા સેમિ ફાઈનલમાં ઈટાલીના ર3 વર્ષના સિનરે વિશ્વના ટોચના ખેલાડી નોવાક જોકોવિચને સીધા સેટોમાં 6-3, 6-3, 6-4થી હરાવ્યો હતો. જે સાથે જોકોવિચનું 8મું વિમ્બલ્ડન અને રપમું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું.  સિનરનો વિજય વ્યકિતગત સિદ્ધી સાથે ટેનિસની રમતમાં આવેલા પીઢીગત બદલાવને દર્શાવે છે. જોકોવિચ સેન્ટરકોર્ટ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વિમ્બલ્ડનના ફાઈનલમાં સિનરની પહેલીવાર એન્ટ્રી થઈ છે અને આ સિદ્ધિ મેળવનાર તે ઈટાલીનો પહેલો ખેલાડી બન્યો છે.

મહિલા સિંગલ્સ : પોલેન્ડની સ્વિયાતેક ચેમ્પિયન

લંડન, તા.11: અમેરિકાની 13મા ક્રમની અમાંડા એનિસીમોવા અને પોલેન્ડની આઠમા ક્રમની ઇગા સ્વિયાતેક વચ્ચે શનિવારે ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં ઈગાએ ઈતિહાસ રચતાં અમેરિકી ખેલાડી અમાન્ડાને 6-0, 6-0થી સજ્જડ પરાજય આપી ચેમ્પિયન બની હતી. બીજા સેમિ ફાઇનલમાં ઇગા સ્વિતેકે બેલિંડા બેનચિચ વિરુદ્ધ 6-2 અને 6-0થી વિજય મેળવી ફાઈનલમાં પહોંચી હતી. પાંચ વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન સ્વિયાતેક વિમ્બલ્ડનના ફાઇનલમાં પહેલીવાર પહોંચી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક