• રવિવાર, 13 જુલાઈ, 2025

કેએલ રાહુલની સદી, જાડેજાની ફિફટી : ભારત 387

લોર્ડસ ટેસ્ટ ત્રીજો દિવસ : ઈંગ્લેન્ડના 387 રનનો પીછો કરતાં ટીમ ઈન્ડિયાની મક્કમ કૂચ, પંતના શાનદાર 74, જાડેજા 72, સમાન સ્કોરે ઓલઆઉટ

 

લંડન તા.1ર :  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા ટેસ્ટ મુકાબલામાં લોર્ડસના ઐતિહાસિક મેદાન પર કેએલ રાહુલે સદી (100) ફટકાર્યા બાદ જાડેજા (7ર) એ ફિફટી ફટકારી હતી. ત્રીજા દિવસે ભારતનો સ્કોર લંચ બ્રેક વખતે 4 વિકેટે ર48 અને ટી બ્રેક વખતે પ વિકેટે 316 હતો. છેલ્લા સત્રમાં ભારતે 3પ0 રન પુરા કરી લીધા અને સરસાઈ મેળવવા આગેકૂચ કરી હતી. 376ના સ્કોરે ભારતે 7મી અને 38પના સ્કોરે 8મી વિકેટ ગુમાવી હતી. આકાશ દીપ 7 રન બનાવી આઉટ થયો હતો. છેલ્લે ભારતે ફટાફટ વિકેટો ગુમાવી અને 387માં ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડ વતી ક્રિસ વોકસે ત્રણ, બેન સ્ટોકસ અને આર્ચર બે-બે તથા બ્રાયડન અને બાસીરે એક-એક વિકેટ ઝડપી હતી.

પહેલી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી ગુમાવ્યા બાદ ઈજાગ્રસ્ત ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો અને શાનદાર 74 રન બનાવીને રન આઉટ થયો હતો. કેએલ રાહુલ સદી ફટકાર્યા બાદ આઉટ થયો ત્યારે સ્કોર પ વિકેટે રપ4 હતો. રાહુલે 177 દડામાં 13 ચોગ્ગાથી 100 રન બનાવ્યા હતા. કેએલ રાઉલની ટેસ્ટ કરિયરની આ 10મી અને લોર્ડસમાં બીજી સદી હતી. રાહુલ બાદ રવીન્દ્ર જાડેજા અને નીતીશ રેડ્ડીએ મોરચો સંભાળ્યો હતો. બેન સ્ટોકસે નીતીશકુમાર રેડ્ડીને 30 રને વિકેટકીપર જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવી જાડેજા સાથેની 7ર રનની ભાગીદારી તોડી હતી. જાડેજા અને સુંદરે ફિફટીની ભાગીદારી કરી હતી. પહેલી ઈનિંગમાં ભારતે 84મી ઓવરમાં 300 રન પુરા કર્યા હતા. 101મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ 9પ દડામાં પ ચોગ્ગા સાથે ફિફટી પુરી કરી હતી. ત્રીજા સત્રમાં સ્કોર 6 વિકેટે 3પર થયો હતો.

બીજા દિવસે ઇંગ્લેન્ડના પહેલી ઈનિંગના 387 રન પછી ભારતે 3 વિકેટ ગુમાવી હતી. દિવસના અંતિમ તબકકમાં ભારતે કપ્તાન શુભમન ગિલ (16) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતના 3પ ઓવરમાં 3 વિકેટે 118 રન થયા હતા. યશસ્વી જયસ્વાલ પણ ઉતાવળમાં 13 રન કરી પાછો ફર્યોં હતો. જયારે કરૂણ નાયર ક્રિઝ પર સેટ થયા પછી 40 રને સ્લીપમાં રૂટના કેચથી આઉટ થયો હતો. આ પહેલા લંચ પછી ઇંગ્લેન્ડ ટીમ 387 રને ઓલઆઉટ થઇ હતી. બુમરાહે પ વિકેટ ઝડપી હતી. જો રૂટે સદી કરી 104 રને આઉટ થયો હતો. ઓલી પોપે 44, જેમી સ્મિથે પ1, બ્રાયડન કાર્સે પ6, બેન સ્ટોકસે 44 રનનું યોગદાન આપ્યું હતુ.

બરાબરી બાદ લોર્ડસમાં ખરાખરી

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ર0રપમાં બંન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. પહેલો ટેસ્ટ મુકાબલો ઈંગ્લેન્ડે પ વિકેટે જીત્યા બાદ બર્મિંઘમના બીજા મુકાબલામાં ભારતે 336 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આમ ત્રીજો ટેસ્ટમાં બંન્ને ટીમ લોર્ડસમાં એકબીજા પર સરસાઈ મેળવવા ખરાખરીનો જંગ ખેલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક