ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન, છગ્ગા : પહેલો એશિયાઈ વિકેટકીપર
લંડન,
તા.1ર : ભારતના વિકેટકીપર બેટર ઋષભ પંતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસ ટેસ્ટમાં આંગળીમાં
ઈજા પહોંચી હતી તેમ છતાં તે 11 જુલાઈએ ભારતની પહેલી ઈનિંગમાં બેટિંગ માટે આવ્યો અને
19 રને નોટઆઉટ રહ્યો હતો જે સાથે તેણે ધોનીનો રેકોર્ડ તોડતા ઈંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ
સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર પહેલો એશિયાઈ ખેલાડી બન્યો હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ
ટેસ્ટમાં કુલ 3પ છગ્ગા ફટકારવા સાથે વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડસનો 34 છગ્ગાનો
રેકોર્ડ તોડયો હતો. આ યાદીમાં ત્રીજા ક્રમે ટિમ સાઉદી 30, યશસ્વી જયસ્વાલ ર7 અને શુભમન
ગિલ ર6 છગ્ગા સાથે પાંચમા ક્રમે છે.
પંતે
ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 361 રન બનાવ્યા છે જજેની
સામે ર014માં ધોનીએ ઈંગ્લેન્ડ સામે શ્રેણીમાં 349 રન બનાવ્યા હતા. વર્તમાન શ્રેણી પહેલા
ધોની અને પંત બરોબરી પર હતા. અગાઉ ર0ર1ના પ્રવાસમાં પંતે પણ 349 રન બનાવ્યા હતા.