• રવિવાર, 13 જુલાઈ, 2025

કેનેડામાં કાફે કેમ !... પન્નુની કોમેડિયન કપિલને ધમકી

અમૃતસર, તા. 12 : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ કેનેડામાં કાફે ખોલવા પર કોમેડિયન કપિલ શર્માને ધમકી આપી છે. પન્નુએ વીડિયો જારી કરીને કહ્યું હતું કે, કપિલ ખુદને ‘િહન્દુવાદી’ બતાવે છે. કપિલના કાફે પર ફરી ગોળીબાર થઈ શકે છે અને ખાલિસ્તાન સમર્થકો પર આરોપ મુકાઈ શકે છે, તેવું પન્નુએ જણાવ્યું હતું. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે, કપિલનું કાફે શું માત્ર એક કોમેડી કાફે છે કે, હિન્દુત્વનો વિસ્તાર કરવાની રણનીતિનો ભાગ છે. ભારતના લોકો કેનેડામાં કારોબાર કરે છે... ભારતમાં જ કેમ નથી કરતા.

ઇ-પેપરના નવા શુલ્ક