• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ધ્રાંગધ્રાના સેવાકર્મી પરેશભાઈ ઠક્કરનું અવસાન

ધ્રાંગ્રધા, તા.13: ધ્રાંગધ્રાના સૌના પ્રિય હસમુખ એવા સેવાકર્મી લાલાભાઈ રજવાડીવાળા (પરેશભાઈ ઠક્કર)ના અચાનક અવસાનના સમાચારથી સમગ્ર શહેરમાં દુ:ખ છવાયું છે. ધ્રાંગધ્રા શહેરમાં લાલાભાઈ રજવાડીવાળા પરેશભાઈ માત્ર એક વ્યક્તિ નહોતા પરંતુ ધ્રાંગધ્રાની ઓળખ, સૌથી પ્રિય અને સમાજસેવાના પ્રતીક હતા. નાની-મોટી દરેક વસ્તીમાં તેમનું નામ પ્રેમ, સૌજન્ય અને સહાયના સમાનાર્થક તરીકે ઓળખાતું હતું. ધાર્મિક કાર્ય હોય કે સમાજ સેવા પરેશભાઈ હંમેશાં આગળ, ખાસ કરીને રામપુરી વિસ્તારમાં સામાન્ય પરિવારો માટે અસ્થિ વિસર્જન સેવા શરૂ કરીને તેમણે અનેક પરિવારોને સંવેદનશીલ ક્ષણે મજબૂત આધાર આપ્યો હતો. ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલમાં દવાઓ, બ્લડ યુનિટના પેમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં કાર્ય કરતા હતા. તેમના અવસાનથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

 

 

 

ચોટીલાના અખબારી એજન્ટ ચંદ્રકાંતભાઇ શાહનું અવસાન

ચોટીલા: યાત્રાધામ ચોટીલાના જુની પેઢીના અખબારી એજન્ટ સ્વ. ભીખાલાલ ચતુરદાસ શાહના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉ.74) તે પીઢ પત્રકાર તેમજ ચોટીલા દેરાવાસી જૈન સંઘના પૂર્વ પ્રમુખ સ્વ. કિર્તીભાઇ શાહનાં લઘુબંધુ, પ્રફુલ્લાબેન નરેન્દ્રકુમાર મશ્કરીયા, ભારતીબેન ચેતન્યકુમાર ગાંધી, ભાવનાબેન વ્યોમેશકુમાર ગાંધીના ભાઇ, રાકેશભાઇ શાહ, પૂજાબેન કૌશિકકુમાર શાહ (પીંકીબેન)ના પિતાશ્રી, પત્રકાર જીજ્ઞેશભાઇ શાહ, હેમલભાઇ શાહ અને પાયલબેન પુલીનકુમાર શાહના કાકા, ધ્રુવીબેન શાહ, આજ્ઞાબેન શાહ, રૂચિતભાઇ, સિલ્વીબેન, ધૈર્ય, ધાર્મિ અને અર્હમના દાદાનું તા.13ના અવસાન થયું છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન દેરાસર શેરી ખાતેથી નિકળતા સગા સ્નેહીજનો સાથે તેમના મિત્રવર્ગ અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.  સ્વ. ચંદ્રકાંતભાઇ નિખાલસ, હસમુખ સ્વભાવને કારણે દરેકના હૃદયમાં એક અલગ ચાહના ધરાવતા હતા તેમજ ચોટીલા વિસ્તારમાં માવાણીના ઉપ નામથી જાણીતા હતા. તેઓના અચાનક અવસાનથી ચોટીલાનાં શાહ પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાધીશ સમીર વ્યાસના પુત્રનું અમદાવાદમાં અવસાન

જામખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ સમીર વ્યાસના એકના એક પુત્રનું અમદાવાદમાં મૃત્યુ થતા દ્વારકા જિલ્લા વકીલ મંડળ બ્રહ્મસમાજ, જિલ્લામાં ભારે શોકની લાગણી છવાઇ હતી. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે ફરજ બજાવતા કાર્યનિષ્ઠ સમીર વ્યાસનો પુત્ર, ઋતુરાજ વ્યાસ (ઉ.32) અમદાવાદ એડવોકેટ તરીકે કાર્ય કરતા હતા જ્યાં ગઇ કાલે સાંજે મૃત્યુ થતા ભારે શોકની લાગણી છવાઇ હતી. સમીર વ્યાસનું વતન વેરાવળ હોઇ આજે સવારે ત્યાંથી સદગતની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, બ્રહ્મસમાજ અગ્રણીઓ, એડવોકેટ સહિત જોડાયા હતા. અમદાવાદ રહેતા ઋતુરાજ વ્યાસને ચારેક વર્ષ પહેલાં જ પુત્ર, પુત્રી ટ્વીન્સ જન્મયા હતા જે બન્ને પિતાના છત્રથી વંચિત થઇ ગયા છે.

 

 

 

રાજકોટ: નવાગામ વાળા, હાલ જસદણ લુહાર સ્વ. ડાયાભાઇ પરમારના પત્ની,  ગૌરીબેન (ઉં.98) તે પ્રવીણભાઇ, હસુભાઇના માતુશ્રીનું નવાણિયાવાળા જીણાભાઇની પુત્રીનું તા.12ના રોજ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું : તા.15ના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન જસદણ મુકામે રાખેલ છે.

રાજકોટ: જયંતભાઇ પરસોત્તમદાસ રાજપરાની પુત્રી, જીલબેન (ઉં.24) તે જયતીબેન, રાજભાઇ અને દર્શનભાઇની બહેનનું તા.12મીએ અવસાન થયું છે. બેસણું: તા.15ને સોમવારે સાંજે 4થી 5 શ્રી અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, 150 ફુટ રીંગ રોડ, રૈયા ટેલિફોન એકસચેન્જ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

પોરબંદર: નિવાસી હાલ રાજકોટ કમલેશભાઇ મણીલાલ મહેતા તે રેખાબેનના પતિ તેમજ ધવલ અને  મયુરના પિતા, અને વિરાલીબેનના સસરા, આરાધ્યાના દાદા તેમજ પુષ્પાબેન લલિતભાઇ દાવડા, પ્રફુલાબેન જગદીશભાઇ કારિયા અને મીનાબેન રાજેશભાઇ વિઠ્ઠલાણીના ભાઇ જે કાનજીભાઇ લુક્કાના જમાઇનું તા.13ના રોજ અવસાન થયું છે. બેસણું: સોમવાર તા.15મીએ સાંજે 4 થી 5 નિવાસસ્થાન સી-101, અમી હાઇટ્સ, નવી કોર્ટ પાછળ, શેઠનગર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી મૂળ ગામ ખોડાપીપર, હાલ રાજકોટ નિરંજન રમણીકલાલ જાની તે ગુણવંતીબેન જાનીના પુત્ર, હીનાબેનના પતિ, રવિરાજ, મનમીતના પિતા, સ્વ. જીતેન્દ્રભાઇના નાના ભાઇ, હરીશભાઇ, હિરેનભાઇ, હિમાંશુભાઇના મોટાભાઇ, હેમાબેન રાવલના ભાઇ, હિતેશકુમારના સાળા, પૂજા, વૈશાલીના સસરા, સાશ્વત જન્મય, શિવન્યાના દાદા, પ્રદીપભાઇ તથા મનોજભાઇના બનેવીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.15ના 4 થી 6 ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગ વાડી-2, દાંતના દવાખાના સામે, જામનગર રોડ, રાજકોટ છે.

રાજકોટ: જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ, સ્વ. રતિલાલ બાબુલાલ દેશાઇના પુત્ર, સંદીપભાઇ દેશાઇ તા.12મીએ અવસાન થયું છે. બેસણું: તા.15ને સોમવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાન, સુદામા ટાઉનશીપ, મવડી મુકિત ધામ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતપુર: જગદીશભાઇ છગનભાઇ નળિયાપરા (ઉ.63)  તે કલ્પેશભાઇ, ઉત્તમભાઇ, પ્રશાંતભાઇના પિતાનું તા.12ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.15ને સોમવારે બપોરે 3 થી 5 લુહાર જ્ઞાતિની વાડી, ખોડપરા મેઇન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

રાજકોટ: અમીનાબેન અબદુલહુસૈનભાઇ સાદીકોટ (કુતિયાણાવાળા) જે ઇ‘ાજીભાઇ અબ્દુલહુસૈનભાઇ અને ખોજેમભાઇ અબ્દુલહુસૈનભાઇના માતા  (ઉ.86)નું તા.12ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. ઝિયારત તથા સિપારા: તા.14ને રવિવારે કુતબી મસ્જિદ, સૈફી કોલોની, રાજકોટ મુકામે રાખેલ છે. મર્હુમની કબર પર ફૂલની ચાદર ચડાવવાનો સમય 11-30 વાગ્યે નવા કબ્રસ્તાન, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મૂળ આંકોલવાડી (ગિર) હાલ રાજકોટ દેવ્યાનીબેન (દેવીબેન) (ઉ.56) તે ચંદ્રકાંતભાઈ (ચંદુભાઈ) રામશંકરભાઈ જોષીના પત્ની, જય, સ્નેહલબેન, હિનાબેનના માતા, ગીરીશભાઈ જોષીના ભાભી, નિલકંઠભાઈ વ્યાસ તથા નિકુંજભાઈ પંડયાના સાસુનું તા.1રનાં અવસાન થયુ છે. બેસણુ તા.1પના સાંજે 3 થી પ મહાવીર રેસીડેન્સી જામનગર રોડ, માધાપર ચોકડી પાસે, ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ સામે છે.

ઉના: મૂળ બાલાગામ નિવાસી હાલ ઉના નિવૃત્ત પોલીસકર્મી હાકેમસિંહ મંગળસિંહ સોલંકી (ઉ.64) તે જશપાલસિંહ, ક્રિષ્નરાજસિંહના પિતાનું ત.11ના અવસાન થયુ છે. બેસણુ તા.1પના સાંજે 4 થી 6, માનસરોવર એપાર્ટમેન્ટ પાર્કિંગ પ્લોટ, ઓમકાર ચોક પાસે, ઉના છે.

રાજકોટ: અમીનાબેન અબ્દુલહુસૈનભાઈ સાદીકોટ (કુતિયાળાવાળા) (ઉ.86) તે ઈસાજીભાઈ, ખોજેમભાઈના માતા (ઉ.વ.86) તા.1રના રાજકોટ ખાતે અવસાન થયુ છે. ઝિયારત તથા સિપારા તા.14ના કુતબી મસ્જિદ, સૈફી કોલોની, રાજકોટ છે.

રાજકોટ: હર્ષદભાઈ બટુકભાઈ ચૌહાણ તે સ્વ.મીનાબેનના પતિ, જેન્તીભાઈ બટુકભાઈ, ઉપેન્દ્રભાઈ બટુકભાઈ ચૌહાણના ભાઈ, પાયલ, ભારત, મયુરના પિતા, નીલમ, કુંજલના સસરા, હર્ષ ચંદુભાઈ સતાપરના જમાઈ, સ્વરાના દાદા, આરાધ્યાના નાનાનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.1પના સાંજે 4 થી પ ગાયત્રીનગર શેરી, નં.ર, ભીમનાથ મહાદેવ મંદિરે છે.

રાજકોટ: રઘુવંશી લોહાણા સમાજનાં જયાબેન હરજીવનભાઈ કારિયા (ઉ.97) તે વસંતભાઈ, જગદિશભાઈ, દિનેશભાઈ, ચંદ્રિકાબેન, મધુબેન, હીરાબેનના માતા, હેમલભાઈ, અજયભાઈ, વિશાલભાઈના દાદીનું તા.13ના અવસાન થયું છે. બેસણુ તા.1પના સાંજે 4 થી પ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જયરામ પાર્ક મેઈન રોડ, ગોકુલ પાર્ક સામે, નક્ષકિરણ હોસ્પિટલ પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ છે.

મોરબી: મોઢ વણિક જયશ્રીબેન (ઉ.71) તે સ્વ.જીતેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈ પારેખના પત્ની, બ્રિજેશભાઈ જે. પારેખ, દિપ્તીબેન શૈલેષભાઈ મહેતાના માતા, શૈલેષભાઈ જયંતીલાલ મહેતાના સાસુ, સ્વ.મનહરભાઈ, મધુભાઈ, બીપીનભાઈ, પિયુષભાઈના ભાભીનું તા.13ના અવસાન થયુ છે. બેસણુ તા.1પના સાંજે 4 થી પ.30 મોઢ વણિક મહાજનવાડી, ગાંધી ચોક, મોરબી છે.

રાજકોટ: ગૌ.વા. વલ્લભદાસ નારણજી પોપટ (ચિત્રાવડવાળા)ના પૌત્રી સુભાષભાઈ વલ્લભદાસ પોપટના પુત્રી, અલ્પેશભાઈ, નિર્ભયભાઈ (શ્યામભાઈ), ધારાબેન કપીલકુમાર વસાણીના બહેન કુમારી નિશાબેન સુભાષચંદ્ર પોપટનું તા.13ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1પના સાંજે 4 થી 6 વંકટેશ્રર એપાર્ટમેન્ટ-બી, શેરી નં.ર, શ્રીનાથજી પાર્ક સોસાયટી, ગોલ હાઈટ્સની પાછળ, પોલીસ હેડ ક્વાર્ટર રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક