ચક્ષુદાન
રાજકોટ:
પ્રવીણભાઇ ઇશ્વરલાલ મેહતાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 782 દાન થયેલ છે. ચક્ષુદાનમાં તેમના મોટાભાઇ હરિભાઇના
સહયોગ થયેલ છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ એડવોકેટ સુધીરભાઇ નરેન્દ્રભાઇ શાત્રી (ઉં.68) તે સ્વ. માલતીબેનના
પતિ, અનિલભાઇ શાત્રી, સતીશભાઇ શાત્રીના ભાઇ, જયંતકુમાર જાની, સ્વ. નલીનકાંત પંડયા, ગિરીશકુમાર રાવલ, પ્રવીણકુમાર
ઠાકરના સાળાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે 4થી 5 તેમના નિવાસસ્થાન
302, સાકેત પ્લાઝા, હનુમાન મઢી ચોક, દેવપુષ્પ મેડીલની ઉપર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ
છે. મો.નં. 93748 82317/ 98259 87647.
રાજકોટ:
ગીરીશભાઈ અમૃતલાલ કોટેચાના પત્ની સ્વાતિબેન તે ડો.આનંદ અને ડો.વૈશાલી રવિકુમાર નાગ્રેચાના
માતા, વીરેન્દ્રભાઈ, ઉર્નિશભાઈ, હર્ષવિણાબેન સુરેશકુમાર કારીયાના ભાભી, હર્ષિતના દાદી
તથા ગોંડલ નિવાસી અતુલભાઈ કાન્તિલાલ ચોલેરાના બહેનનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા, પિયર પક્ષની સાદડી તા.15ના સાંજે 4 થી
5, સાંઈનગર કોમ્યુનિટી હોલ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
દીપ અર્જુનભાઈ ચૌહાણ (ઉં.27) તે ચંદ્રિકાબેન અર્જુનભાઈ ચૌહાણના પુત્ર અને અવનીબેનના
ભાઈનું અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 5 થી 6, “કૈલાશ’’, ગીત ગુર્જરી-2, એરપોર્ટ
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
માણાવદર નિવાસી હાલ રાજકોટ પ્રવિણચંદ્ર હીરાચંદ મોદીના પત્ની ઈન્દુબેન (ઉં.80) તે સંજયભાઈ,
કેયુરભાઈના માતા, પેરેમાઉન્ટ પ્લાસ્ટીકવાળા સ્વ.હરજીવન જુઠાભાઈ સંઘવીની પુત્રીનું તા.13ના
અવસાન થયું છે. ઉઠમણું તા.15ના સવારે 10-30 કલાકે, પ્રાર્થનાસભા 11 કલાકે રોયલ પાર્ક,
ઉપાશ્રયે છે.
બગસરા:
વાંઝા લલિતાબેન કલ્યાણજીભાઈ ગઢીયા (ઉં.96) તે રમેશભાઈ, રતિભાઈ (જેતપુર), મહેશભાઈ, જયશ્રીબેન
જયંતીલાલ માંડલીયા (અમરેલી)ના માતાનું તા.13ના અવસાન થયું છે.
રાજકોટ:
શિતલબેન કિરીટભાઈ વાકાણી (ઉં.41) તે કિરણબેન કિરીટભાઈ વાકાણીની પુત્રી, જીતેન્દ્રભાઈ,
જશુબેનની ભત્રીજી, વિજયભાઈ, ગોપાલભાઈ રાયચડાની ભાણેજ, નીલ અને ધારાના માતા, હીરલબેન,
વર્ષાબેનના મોટા બહેનનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ના 4 થી 5, ધારેશ્વર
મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.
ધોરાજી:
લોહાણા સ્વ.જીજ્ઞેશભાઈ (કાનાભાઈ) નંદલાલ ઠકરાર (ઉં.52) તે સ્વ.નંદલાલ હરિભાઈ ઠકરારના
પુત્ર, અમીતભાઈના મોટાભાઈ, માધવ, મીતના પિતા, વત્સલના ભાઈજીનું તા.14ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.15ના સાંજે 4 થી 5, લોહાણા મહાજન વાડી (જલારામ
મંદિર), જુનાગઢ રોડ, ધોરાજી છે.
રાજકોટ:
નવલરામ સેવાદાસ દેશાણી તે ગોદાવરીબેનના પતિ, વિપુલભાઈ, દિપકભાઈ, હર્ષાબેન, કાશ્મીરાબેનના
પિતા, પ્રજ્વલ અને ભવ્યાંશુના દાદાનું તા.12ના અવસાન થયું છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક જામખંભાળિયા નિવાસી હાલ રાજકોટ અરવિંદભાઇ વેણીભાઇ ધ્રુવના પત્ની,
ઇન્દિરાબેન (ઉ.79) તે ગૌરવ, રૂપલ યોગેશ ચુડાસમા, દીપા હરનિશ શાહના માતા, પાર્શ્વના
દાદી, રાધિકા ધ્રુવના સાસુ, મહેન્દ્રભાઇ છોટાલાલ
ધ્રુવ, જ્યોત્સનાબેન શેઠના બહેન, તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.15નાં સાંજે
4-30 થી 5-30 દરમિયાન તેમના નિવાસસ્થાને, બેન્કવેટ હોલ, સવન સરફેસ સોસાયટી, રૈયા રોડ,
રૈયા ગામ પાસે, રાધિકા રેસ્ટોરન્ટની બાજુમાં છે.
જૂનાગઢ:
જૂનાગઢ હાલ વેરાવળ સ્વ. વિનોદચંદ્ર અંબાશંકર વ્યાસના પૌત્ર તે સમીરભાઇ વી. વ્યાસના
પુત્ર ઋતુરાજ (ઉ.32) તે હિમાંશુભાઇ વ્યાસ, સ્વ. તુષારભાઇ વ્યાસ તથા ધવલભાઇ વ્યાસના
ભત્રીજાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.15નાં 4 થી 6 બિલેશ્વર મંદિર, જલારામ
ટોકીઝ રોડ, રેયોન ફેકટરી સામે, વેરાવળ (સોમનાથ) છે.
પોરબંદર:
રાણાકંડોરણા ગામના ચંપાબેન પ્રભુદાસ લાખાણી (ઉ.85) તે સ્વ. પ્રભુદાસ હરિદાસ લાખાણીના
પત્ની, સ્વ. અનિલભાઇ, જગદીશભાઇ, કિર્તીબેન ઉમંગભાઇ પલાણ અને મીનાબેન ગોપાલભાઇના માતાનું
તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ના 4 થી 5 રાણાકંડોરણાની લોહાણા મહાજનવાડી ખાતે
રાખેલ છે.
અમરેલી:
શિહોર નિવાસી વિનોદભાઇ વાસુદેવભાઇ ભટ્ટ (ઉ.75) તે કશ્યપભાઇ, કલ્પનાબેન યજ્ઞેશભાઇ જોષીના
પિતા, મધુબેનના પતિ, સ્વ. દિપકભાઇ, વિજયભાઇના મોટાભાઇ, સોનલબેનના સસરાનું તા.13ના અવસાન
થયું છે. બેસણું તા.15નાં બપોરે 3-30 થી 5-30 સુધી 45, શ્રીજીનગર, નંદલાલ ભુતા સ્કૂલની
પાછળ, સિહોર છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા, વસંતભાઇ પ્રેમજીભાઇ અજાગીયા તે પુષ્પાબેન અજાગીયાના પતિ, ધર્મેશભાઇ, અલ્પેશભાઇ, અશ્વિનભાઇ તથા નયનાબેનના
પિતા, મનીષભાઇ ગોહેલના સસરા, ક્રિશ, યશના નાનાનું તા.13ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થના
સભા તા.15નાં 4 થી 6 આઇશ્રી કુવાવાળી ખોડીયા મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર પાસે, રાજકોટ
છે.