• મંગળવાર, 03 માર્ચ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: મુળજીભાઈ હિરજીભાઈ કાસુંદરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 783મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

ચિતલ: ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ નરેન્દ્રભાઈ જયંતિલાલ પંડયાના પત્ની તથા ભગીરથભાઈ (શ્યામ મારબલ) અને રાકેશભાઈ (જીલ્લા મ.સ.બેંક)ના માતુશ્રી કલાબેન નરેન્દ્રભાઈ પંડયા (ઉં.66)(અમરેલ જિ.પં.ના પુર્વ સદસ્ય)નું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ને ગુરૂવારે બપોરે 2 થી 6, તેમના નિવાસ સ્થાન, હાઈસ્કૂલ પાસે, બાબરા રોડ, ચિતલ મુકામે રાખેલ છે.

રાજકોટ: સ્વ.ધીરજલાલ ચત્રભુજ ભલાણી તથા સ્વ.મંજુલાબેન ધીરજલાલ ભાલાણીના પુત્ર તથા નરેન્દ્રભાઈ ધીરજલાલ ભલાણી તથા નીતાબેન મહેશભાઈ દોશી તથા જ્યોતિબેન દિલીપભાઈ ચોલેરાના નાનાભાઈ જીજ્ઞેશભાઈનું તા.13ના અવસાન થયું છે.

જામનગર: વેલુભા (ઉં.89) તે સ્વ.ગગુભા હરિસંગજી જાડેજાના પુત્ર, સ્વ.લાલુભાના મોટાભાઈ, હરિસિંહ, ભરતસિંહ, રણજીતસિંહના પિતા, દિલીપસિંહ, હરિસિંહ, ધીરેન્દ્રંિસંહ, જયરાજસિંહના દાદા, સમરજીતસિંહ, અભિરાજસિંહ, ધ્રુવરાજસિંહના પરદાદાનું તા.14ને રવિવારે અવસાન થયું છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મહેન્દ્રભાઈ જવાહરલાલ પંડયા (ઉં.76)(નિવૃત્ત જીઈબી કર્મચારી) તે ગૌરાંગ, દર્શના, શિતલના પિતા તથા હિતેનભાઈ વ્યાસ (મુંબઈ), અર્પણભાઈ જોષી (જુનાગઢ)ના સસરા, જનકભાઈ (સેલવાસ), સ્વ.મહેશભાઈ (રાજકોટ), વિણાબેન (રાજકોટ), શોભનાબેન (ધોરાજી)ના ભાઈ, સ્વ.રવિશંકરભાઈ વી.ભટ્ટ (મોટી પીંડાખાઈ)ના જમાઈ, નરેન્દ્રભાઈ ભટ્ટ (રાજકોટ)ના બનેવી તથા દેવાંશના દાદા અને શ્રેયસ, જૈમીનના નાનાનું તા.15ને સોમવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.18ને ગુરૂવારે બપોરે 3 થી 5, શ્રી રાધેક્રિષ્ના મંદિર, એરપોર્ટ દિવાલની સામે, લાખના બંગલાવાળો 80 ફુટ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ

ખાતે છે.

પોરબંદર: મગનલાલ હરિલાલ જોગીયા (ઉં.76)(મુળ દેરોદરવાળા) તે દેવજીભાઈ તથા ગિરધરભાઈના ભાઈ અને વિજયભાઈના પિતાનું તા.12ના અવસાન થયું છે.

પોરબંદર: દુધીબેન સુરાણી (ઉં.99) તે સ્વ.કરશનભાઈ ગોકળદાસ સુરાણીના પત્ની તથા ગુણવંતરાય (બાંટવા), અમૃતલાલ (રાજકોટ), યોગેશભાઈ (પોરબંદર), હંસાબેન પ્રવિણભાઈ મારૂ અને જશુબેન મનસુખલાલ ગાલોરીયાના માતાનું તા.12ના અવસાન થયું છે.

પોરબંદર: ધીરજભાઈ બામણીયા (ઉં.40) તે સ્વ.પ્રેમજીભાઈના પુત્ર, સ્વ.પરષોત્તમભાઈ, સ્વ.કાંતિભાઈ, ચંદ્રેશભાઈ, હીરાબેનના નાનાભાઈ તથા નયનાબેનના પતિ તેમજ વંદના અને આદિત્યના પિતાનું તા.12ના અવસાન થયું છે.

જામનગર: હાલારી ભાનુશાળી રંજનબેન જોઈસર તે પ્રવિણચંદ્ર નરોત્તમભાઈ જોઈસરના પત્ની, હિતેશભાઈ, સુમીતભાઈ તેમજ જીજ્ઞેશભાઈના માતાનું અવસાન થયું છે. ઉઠમણું (બેસણું) તા.16ના સાંજે 4-30 થી 5 અને 5-30 થી 6, હાલારી ભાનુશાળી જુની વાડી, હવાઈ ચોક, જામનગર ખાતે છે.

ખંભાળીયા: સર્વદમનભાઈ (ઉં.53) તે ગૌ.વા.પ્રભુદાસ વલ્લભદાસ હિંડોચાના પુત્ર, શ્યામલાલના મોટાભાઈ અને આનંદ, અતુલ, પુજાબેન નૈતિકકુમાર રાયચુરાના પિતા અને સ્વ.જગદીશ દયાળજી અઢીયા (વીંઝલપર)ના જમાઈનું તા.14ના અવસાન થયું છે.

ભરાણા: પ્રેમકુંવરબેન દત્તાણી (ઉં.85) તે સ્વ.નરોત્તમદાસ હરિદાસ દત્તાણી (ભરાણાવાળા)ના પત્ની, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, સ્વ.કમલેશભાઈ, દિનેશભાઈ તથા સ્વ.કમળાબેન જગદીશભાઈ લાલ, દક્ષાબેન કિશોરભાઈ પંચમતીયાના માતાનું તા.15ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.16ના સવારે 8-30 કલાકે તેમના નિવાસ સ્થાન ગામ ભરાણા બસ સ્ટેન્ડની બાજુમાંથી નીકળશે.

ગોંડલ: ઈંદુબેન સવજીભાઈ ચાવડા (ઉં.69) તે ખોડુભાઈના ભાભી, વિપુલભાઈ, અશ્વિનભાઈ, જ્યોતિબેન, મીનાબેન, રીટાબેન તથા સ્વ.વર્ષાબેનના માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.19મીએ સાંજે 4 થી 6, કચ્છી ભાટિયા વાડી, મહાદેવ વાડી વિસ્તાર, ગોંડલ ખાતે

રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક