• મંગળવાર, 03 માર્ચ, 2026

avshan nodh

ખંભાળિયાના લોહાણા સેવાભાવીનું અવસાન

ખંભાળિયા: ખંભાળિયાના સ્વ. ઓચ્છવભાઇ કેશવભાઇ મપારાના પુત્ર, રસિકભાઇ મપારા (ઉં.62) નું તા.12ના રોજ અવસાન થયું છે. રસિકભાઇ મપારા સેવાભાવી કાર્યકર હતા તથા બિન વારસુ વ્યક્તિઓ મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કારમાં ખૂબ કાર્યો કર્યા હતા. ગૌસેવા તથા નિરાધારોને મદદરૂપ થવા માટે ખૂબ પ્રશસનીય કાર્યો કર્યા હતા. અનેક કુટુંબ વગરના નિરાધારોના અંતિમ સંસ્કારો કર્યા હતા.

 

ચક્ષુદાન

રાજકોટ: ઇન્દુબેન પ્રવીણચંદ્ર મોદીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 784 મું ચક્ષુદાન થયું છે. ડિસેમ્બર-25માં છઠું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન મેળવવામાં સુશીલભાઇ ગોડા તથા પરેશભાઇનો સહયોગ મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા: મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: માંગરોળ નિવાસી હાલ રાજકોટ રમેશચંદ્ર ગાંધી (ઉં.82) (િનવૃત્ત અધિકારી આર.એન.એસ.બી.) તે સ્વ. શાંતિલાલ લીલાધર ગાંધીના પુત્ર તથા સ્વ. નાથાલાલ જગન્નાથ શાહ (ગોંડલ)ના જમાઇ તથા અનિલાબેનના પતિ તથા તેજસભાઇ અને દીપાબેનના પિતા તથા  પારૂલબેન અને મનીષભાઇના સસરા તથા હર્ષના દાદા તથા જૂહી, હિતના નાનાનું તા.15મીએ અવસાન થયું છે. ઉઠમણું- પ્રાર્થના સભા: તા.18ને ગુરુવારે સવારે 10-30 વાગ્યે સદર ઉપાશ્રય, પંચનાથ પ્લોટ ખાતે રાખેલ છે. સદ્ગતના ચક્ષનું દાન કરાયું છે.

કોડીનાર: કોડીનાર નિવાસી રાયસિંહભાઈ નારણભાઈ ઝણકાટ (ઉં.79) તે હિતેન્દ્રસિંહ (ભયલો)ના પિતા તેમજ રણજીતસિંહ નારણભાઈ ઝણકાટના નાનાભાઈ તથા હરેન્દ્રસિંહ (હકાભાઈ), હમીરસિંહ, હિંમતસિંહ અને ભુપેન્દ્રસિંહ ઝણકાટના મોટાભાઈ તેમજ અંશુમન વિજયસિંહ ઝણકાટના મોટાબાપુનું તા.14ના રોજ અવસાન થયું છે. બેસણું તા.18ને ગુરૂવારે સવારે 9 થી 5, બિલેશ્વર સોસાયટી, સાર્વજનિક પ્લોટ, કોડીનાર ખાતે રાખ્યું છે.

ધોરાજી: સાઠોદરા નાગર હર્ષકાન્ત શાંતિલાલ ભટ્ટ (ઉ.88) (રીટા. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ જીઇબી તથા પૂર્વ કમાન્ડીંગ ઓફિસર હોમગાર્ડ) તે સ્વ. દિનકરરાય ભટ્ટના નાના ભાઇ તથા સ્વ. એન.એસ. ભટ્ટના મોટાભાઇ તથા ઉત્પલ (બોબી) એચ. ભટ્ટ (એડવોકેટ) તથા અંબરીષ એચ. ભટ્ટ (િશક્ષક)ના પિતાનું તા.14મીએ અવસાન થયું છે. ઉઠમણું/બેસણું તા.18ને ગુરૂવારે વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, દરબારગઢ રોડ, ધોરાજી મુકામે સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે.

રાજકોટ: રશ્મીબેન (ઉ.84) તે રમણીકભાઇ લક્ષ્મીચંદ જસાણીના પત્ની તથા જતીન અને હિતેન જસાણીના માતુશ્રી તેમજ મનીષા તથા કૃતિના સાસુ તેમજ રમણીકભાઇ જેચંદ પારેખના પુત્રીનું તા.15ના રોજ અવસાન થયું છે. સ્મશાન યાત્રા: તા.16ને મંગળવારે સવારે 10-30 વાગ્યે તેમના નિવાસસ્થાન ઓરમ એલિવેટ-2, અવધ રોડ, કલાસીક પાર્ટી  પ્લોટની બાજુમાંથી મોટામવા સ્મશાન જવા નીકળશે.

જોડિયા: મચ્છુ કઠિયા સઇ સુથાર દિનેશભાઇ નારણભાઇ પરમારનું તા.15મીએ અવસાન થયું છે. ઉઠમણું-િપયર પક્ષની સાદડી: તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 5 જલારામ કોમ્યુનિટી હોલમાં રાખેલ છે.

અમરેલી: અમરેલી નિવાસી શરદચંદ્ર શાંતિલાલ દવે (ઉ.82) તે (અમરેલી પાલિકાનાં પૂર્વ ચીફ ઓફિસર), રોહિતભાઇ દવેના ભાઇ, જયેશભાઇ તથા અંશુમનભાઇનાં કાકા તથા નિખીલભાઇના પિતાનું તા.12ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.18ને ગુરૂવારે સવારે 9 થી 12 સોની જ્ઞાતિની વાડી, મ્યુનિ. ગર્લ્સ સ્કૂલ પાસે, અમરેલી ખાતે રાખેલ છે.

રાજકોટ: સોની હકમીચંદ વખતચંદ પાટડીયાના પુત્ર મહેન્દ્રભાઇ (બટુકભાઇ) (ઉ.79) તે પારસભાઇ, ચેતનભાઇ અને મિતલભાઇના પિતા તે પ્રદિપભાઇ, સ્વ. જ્ઞાનચંદભાઇ તથા સ્વ. અનિલભાઇ (િદપકભાઇ)ના ભાઇનું તા.15મીએ અવસાન થયું છે. બેસણુ: તા.18ને ગુરૂવારે સવારે 10 થી 11-30 ઝાલાવાડી સોની સમાજની વાડી, યુનિટ નં.2, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

માધવપુર:  પ્રતાપભાઇ ઘનશ્યામભાઇ પુરોહિત (રહે. માધવપુર ઘેડ)(ઉ.48) તે ઘનશ્યામભાઇના પુત્ર તથા પરેશભાઇ તથા સ્વ. રાજુભાઇ, શૈલેષભાઇ નાના ભાઇનું તા.15ના રોજ અવસાન થયું છે.

જામનગર: પ્રેમકુવરબેન (ઉં.85) ગામ ભરાણા તે સ્વ. નરોતમદાસ હરિદાસ દત્તાણીના પત્ની તથા  મહેન્દ્રભાઇ, અનિલભાઇ, સ્વ. કમલેશભાઇ, દિનેશભાઇ, સ્વ. કમળાબેન જગદીશભાઇ લાલ, દક્ષાબેન કિશોરભાઇ પંચમતીયાના માતુશ્રી તથા રાજેશ, કલ્પેશ, ભરત, ધવલ, કિશન, નિખિલ દર્શક, જિજ્ઞાસા, રિટા, મિતલ, ચાંદની, હિના, હેતલ, ખુશ્બુ, ડિમ્પલ, મહેકના દાદીમાનું તા.15ના રોજ અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી: તા.18ને ગુરુવારે સાંજે 4થી 4-30 શ્રીરામ મંદિર, ભરાણા મુકામે રાખેલ છે.

રાજકોટ: પાનાચંદભાઇ ભગવાનજીભાઇ જાંબડિયા (ઉં.84) (જશાપર વાળા) તે મનહરભાઇ, જયવંતભાઇના મોટા ભાઇ તેમજ કેતનભાઇ તથા મયુરભાઇના પિતા તથા વૈભવના દાદાનું તા.14મીએ અવસાન થયું છે. ઉઠમણુ: તા.18ને ગુરુવારે સવારે 10-30 વાગ્યે 9/14, સરદારનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.

રાજકોટ: હલાઇ લોહાણા સ્વ. કંકુબેન તથા લક્ષ્મીદાસ કાકુભાઇ દતાણી )જામગઢકા)ના પુત્ર, અમૃતલાલ (ઉં.72) તે ભારતીબેનના પતિ તથા જ્યોત્સનાબેન, મહેન્દ્રભાઇ, મનસુખભાઇ, વલ્લભભાઇ, જયંતીભાઇ અને ચંદુભાઇના ભાઇ તથા ધર્મેશભાઇ, ભાવિનભાઇના પિતા તથા મિશાન, અંશના દાદાનું તા.15ના રોજ અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના સભ- સાદડી: તા.19ને ગુરુવારે સાંજે 4થી 6 પ્રજાપતિની વાડી, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ગીતાબેન ભરતભાઇ દુધરેજીયા (મોચી મંદિર)નું તા.15મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.18ને ગુરુવારે સાંજે 4થી 6 નીલકંઠ ટોકિઝ સામેની શેરી, આનંદનગર કોલોની, ક્વાર્ટર નં. એલ-17 સંતકુટીર ખાતે રાખેલ છે.

જામનગર: શરદભાઇ મોહનલાલ ચૌહાણના પત્ની, દક્ષાબેન (જાગૃતિબેન)નું તા.15ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.18ને ગુરુવારના રોજ સાંજે 4થી 4-30 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી. રોડ, જામનગર ખાતે રાખેલ છે.

વડોદરા: ખાન કાહે રિફાઇના સજ્જાદા નસીન હઝરત સૈયદ કમાલ ઉદ્દીન રિફાઇ સાહેબના ધર્મ પત્ની, મરહુમ સૈયદા ફારૂખા બેગમનું તા.15ના રોજ રાત્રે અચાનક ઇંતકાલ (અવસાન) થયું છે. આ દુ:ખદ સમાચાર જાણતા ખાન કાહે રિફાઇન તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિંદુ-મુસ્લિમ ભાઇઓ તથા શ્રદ્ધાળુઓ તેમના નિવાસસ્થાને ઉમટી પડયા હતા અને ગહન શોક તથા સંવેદના વ્યક્ત કરી હતી. મરહુમ સૈયદા ફારૂખા બેગમના  અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. સમગ્ર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ઝિયારત ગુરુવારે સવારે 10 વાગે રફાઇ સાહેબની દરગાહ ઉપર રાખવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક